ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકનું ઇન્સ્પેકશન - ઇન્સ્પેકસન

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આગામી 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવશે. તેમજ યુનિવર્સિટીના તમામ ભવનોનું ઇન્સ્પેકશન પણ કરશે. જે માટે યુનિવર્સિટી પ્રસાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકનું ઇન્સ્પેકશન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકનું ઇન્સ્પેકશન

By

Published : Feb 8, 2021, 9:34 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 18થી 20 દરમિયાન નેકનું ઇન્સ્પેકશન
  • નેકની ટીમને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓમાં પણ ઉત્સાહનો માહોલ
  • 13 અને 14 ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ તમામ ભવનોનું નેકની જેમ ચેકિંગ કરે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આગામી 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવશે. તેમજ યુનિવર્સિટીના તમામ ભવનોનું ઇન્સ્પેકશન પણ કરશે. જે માટે યુનિવર્સિટી પ્રસાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીના તમામ ભવનના અધ્યક્ષ, પ્રોફેસર, સહિત તમામ કર્મચારીઓને નેકની ટીમ આવવા તે દરમિયાન કેવી રીતે વર્તન કરવું તે અંગેની પણ સુચનાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નેકની ટીમને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભવનના પ્રોફેસર અને કર્મીઓને અપાઈ સુચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે નેકની ટીમ બીજા રાજ્યોમાંથી આવવાની છે. જેને લઈને યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને ભવનના અધ્યક્ષ તેમજ પ્રોફેસરોને નેકની ટીમના અધિકારીઓ સાથે હિન્દી કે અંગ્રેજી ભાષામાં વાત કરે તેવી સુચના આપવામાં આવી છે. નેકની ટીમ કેમ્પસ ઉપર આવે ત્યારે દરેક ભવનની સાથે-સાથે વિદ્યાર્થી સંબંધિત જેટલા પ્રોજેક્ટ ચાલતા હોય તે કેન્દ્રની પણ મુલાકાત લે તેવી સંભાવના છે. જેની પણ તૈયારીઓ કરાઈ છે. આ ઉપરાંત નેકની ટીમની મુલાકાતના ભાગરૂપે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ તમામ ભવનોનું નેકની જેમ ચેકિંગ કરે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details