રાજકોટ ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નીલાખા ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું (Navratri in Rajkot) ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે. જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ-અલગ ટીમ રાસ રમી અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે, ત્યારે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ રમી અને મશાલ માંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા હતા. (Garba embers Nilakha village)
ધગધગતા અંગારાઓ પર ખેલૈયાઓએ રમ્યા રાસ, લોકો જોતા રહી ગયા મશાલ રાસની પ્રેક્ટિસ ગરબીમાં આ વર્ષે મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મશાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો હતો. જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે વખત રમવામાં આવે છે. જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમાં નોરતે રમવામાં આવે છે. (Mashal garba at Nilakha village)
મશાલ રાસનું વિશેષ આયોજન ગરબીના સંચાલક ગોપાલ ડાંગરે જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રીના આયોજનમાં ગરબીની અંદર મશાલ રાસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રી પહેલા જ્યારથી આ રાસ રમવાની તાલીમ લેવાઈ રહી હતી, ત્યારથી લઈને આજ સુધી એક પણ ખેલૈયાને માતાજીની અને માં શક્તિની કૃપાથી અને આશીર્વાદથી કોઈ પ્રકારની નુકશાની કે ખરોચ પણ નથી આવી. જેથી આ અનોખો મશાલ રાસ જોવા સમસ્ત ગામ પણ આવે છે. તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર શહેરોમાંથી આ રાસ જોવા અને માતાજીની શક્તિની સાક્ષાત્કાર હાજરી હોઈ તેવા દ્રશ્યો નિહાળવા આવે છે. (Navratri 2022 in Rajkot)
મહેનત અને સાહસને બિરદાવી આ રાસનું આયોજન કરવામાં આવતા ગ્રામજનોએ તેમની મહેનત અને સાહસને બિરદાવી હતી. આ સાથે રાસ જોવા અને માણવા માટે ઘણા બહારથી પણ લોકો આવ્યા હતા અને આ રાસ જોઇને તેઓને અન્ય જગ્યાઓ પર રાસ રમવા માટે બોલાવવામાં આવે છે. જે બાદ આ ખેલૈયાઓ અન્ય જગ્યાઓ પર આ રાસ રમે છે અને માતાજીની શક્તિ સાથે રહેતી હોઈ તેમ આ ખેલૈયાઓને હજુ સુધી કોઈ નુકશાની નથી થઇ. જેને લઈને ખેલૈયાઓ માતાજીના આ આશીર્વાદથી રાસ રમતા નજરે પડ્યા હતા.(Mashal garba at Nilakha village)