રાજકોટઃ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી? તે અંગેની હાલ ચર્ચાએ જોર પકડયું છે. ભાજપમાં જશે કે કોંગ્રેસમાં કે પછી આમ આદમી પાર્ટીમાં… જો કે અગાઉ નરેશ પટેલે કહ્યું હતું કે સમાજ કહેશે તેમ તે (Naresh Patel to join Politics)નિર્ણય કરશે. જો કે આજે 28 માર્ચ થઈ છે પણ નરેશ પટેલે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. પરંતુ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ વિચારવાનો હજુ વધુ સમય(Naresh Patel's Decision) લેશે. તેમણે કહ્યું છે કે સમાજમાં (Patidar Samaj ) સર્વે ચાલતો હોવાથી નિર્ણય લઇ શકાયો નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. પાટીદાર સમાજનું ખૂબ મોટું નેટવર્ક છે. શહેરો, જિલ્લા, તાલુકા, ગામડાંઓમાં આ વાત પહોંચી રહી છે અને પાટીદારોનો અભિપ્રાય લેવાઇ રહ્યો છે. હું દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યો છું અને હજુ પ્રવાસ પૂર્ણ થયો નથી. હવે હું શનિવારે રાજકોટ પાછો આવીશ. મને હજુ થોડો વધુ સમય જોઇશે.
નરેશ પટેલે નિર્ણય જાહેર કર્યો કે હવે એપ્રિલમાં નિર્ણય લેશે વધુ મુદત માગી - નરેશ પટેલ રાજકારણમાં જોડાય (Naresh Patel to join Politics)તે માટેની મુદત પડી છે. નરેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકારણમાં આવવાથી ખોડલધામ ટ્ર્સ્ટના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપવું પડે. તે ાદ જ તેઓ રાજકારણમાં જોડાવાનો નિર્ણય લેશે.
દરેક પાર્ટી આવકારવા તૈયાર-ખોડલધામના નરેશ પટેલને આવકારવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લાલ જાજમ બીછાવી છે. પણ નરેશ પટેલે હજી રાજકારણમાં જોડાવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. આજે ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક મળવાની હતી., જે નિર્ણય કરીને રીપોર્ટ ખોડલધામની રાજકીય સમિતિને આપવાના હતાં. ત્યાર પછી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા અંગે (Naresh Patel's Decision)નિર્ણય કરશે.તે અંગે હવે સ્પષ્ટતા બહાર આવી ગઇ છે.
આ પણ વાંચોઃ Naresh Patel Khodaldham: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય
આજ સાંજ સુધીમાં થવાની હતી જાહેરાત- કહેવાતું હતું કે નરેશ પટેલ આજે સોમવારે સાંજ સુધીમાં રાજકોટમાં સત્તાવાર જાહેરાત (Naresh Patel's Decision)કરશે. જો કે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા માટે હજી વિલંબ (Naresh Patel to join Politics)થઈ રહ્યો છે. કેટલાક લોકો એમ કહેતા હતા કે શા માટે વિલંબ. છાસ લેવા જવું ને દોણી સંતાડવા જેવો ઘાટ થયો છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના પાટીદારોમાં Patidar Samajઅગ્રણી સ્થાન ધરાવે છે. અને સમાજમાં તેમનું ખૂબ માન સન્માન છે, આથી તેઓ સમાજના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો કે તેમના પરિવારના કહેવા પ્રમાણે તેઓ રાજકારણમાં જશે તો અમે ટેકો આપીશું, તેવું તેમના પુત્રએ શનિવારે જ કહ્યું હતું.
ખોડલધામ ટ્ર્સ્ટને લઇને નરેશ પટેલ વિચારમાં પડ્યાં છે- ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક બેઠક મળવાની હતી, પણ સૂત્રોના કહેવા પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટીઓ એવો કોઈ નિર્ણય ન લઈ શકે કે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએ. તે તેમને વ્યક્તિગત નિર્ણય હશે. ટ્રસ્ટ કયારેય એવું નહી કહે. અગાઉ નરેશ પટેલે જ મીડિયાને કહ્યું હતું કે રાજકારણમાં જોડાવું કે ( Khodaldham Temple Trustee Naresh Patel ) નહી તે અંગે તેઓ 20થી 30 માર્ચની વચ્ચે નિર્ણય જાહેર કરશે. પણ આજે 28 માર્ચ થઈ છે, હજી નરેશ પટેલ નિર્ણય જાહેર કરી શક્યાં નથી. જેથી આજે સવારથી ચર્ચા જાગી હતી કે નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે કે પછી ફરીથી મુદત પડશે. ત્યારે હવે સ્પષ્ટ છે કે તેઓ સત્તાવાર જાહેરાત માટે (Naresh Patel's Decision)વધુ સમય લેશે.
આ પણ વાંચોઃ Dilip Sanghani Political statement: દિલીપ સંઘાણીએ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ આપી