રાજકોટઃ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાનાર છે. તે પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સાથે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની (Khodaldham chairman Naresh Patel) બંધ બારણે (Rajkot Congress Meeting) બેઠક યોજાતા અનેક તર્કવિતર્ક ઉઠયા છે. નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. જો કે હંમેશની માફક કોંગ્રેસનાં નેતાઓએ (Gujarat Congress ) પણ આ એક ઔપચારિક મુલાકાત હોવાનું રટણ કર્યું હતું. જ્યારે નરેશ પટેલ તો બેઠક બાદ મીડિયાથી મોં છુપાવી પાછલા બારણેથી (Naresh Patel Politics )રવાના થઈ ગયા હતાં.
આ પણ વાંચોઃ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક, શું હાર્દિકને નરેશ પટેલને લઈને આ ભય હતો ?
લાંબા સમયથી બેઠકોનો દોર- ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગે લાંબા સમયથી અનેક અટકળો ચાલી રહી છે. જો કે નરેશ પટેલ આ માટે તારીખ પે તારીખ આપી રહ્યા છે અને મગનું નામ મરી (Naresh Patel Politics )પાડતા નથી. માત્ર વિવિધ પક્ષના નેતાઓ સાથે બંધબારણે બેઠકો (Rajkot Congress Meeting)યોજી રહ્યા છે. ત્યારે ફરી એકવખત આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશ પટેલનાં ફાર્મ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના ધુરંધર નેતાઓ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પૂર્વ કોંગ્રેસ પ્રમુખો અર્જુનભાઈ મોઢવાડીયા, અમિત ચાવડા સહિતનાં હાજર રહ્યાં હતાં.