રાજકોટ:ભારત રત્ન (Bharat ratna Lata Mangeshkar) અને સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવનાર એવા લતા મંગેશકરનું આજે દુઃખદ નિધન (Lata Mangeshkar Passed Away) થયું છે, ત્યારે આજે સૌ કોઈ લતાજીના સંગીત ક્ષેત્રના સમર્પણને યાદ કરી રહ્યા (Lataji in memories) છે. ત્યારે લતાજીની રાજકોટ ખાતેની પણ યાદો જોડાયેલી છે. જેમાં રાજકોટ ખાતે રહેતા અને ગુજરાતી ગાયક કલાકાર એવા ગાર્ગીબેન વોરા (Gujarati singer gargi wora)એ લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મારા દાદાની રચના હૈયાની દરબાર લતાજીએ સૌપ્રથમ રેડિયો પર રેકોર્ડ કર્યું હતું: ગાર્ગી વોરા આ પણ વાંચો:લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી
હૈયાની દરબાર ગીત લતાજીએ રેડિયો પર ગાયું હતું
ગાર્ગી વોરાએ લતાજીને યાદ કરતા જણાવ્યું હતું કે, કવિ અને મારા દાદા ભાસ્કરભાઈ વોરાની રચના હૈયાની દરબાર સૌપ્રથમ લતાજીએ રેડિયો પર ગાયું હતું. જેને લઈને અમે અને અમારો પરીવાર હજુ પણ તે વાતનો ગર્વ લઈએ છીએ. જ્યારે આ ગીત તે સમયે ખૂબ જ પ્રસિદ્ધ પણ થયું હતુ. આમ લતાજીના સ્વર સાથે અમારા પરિવારનો અનેરો નાતો રહ્યો છે. હાલમાં ગાર્ગી વોરા રાજકોટમાં પોતાના પરિવાર સાથે રહે છે. જેમને પણ લતાજીના અવસાન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો