- રાજકોટના શિક્ષક બન્યા મ્યૂઝિક થેરાપીસ્ટ
- કોવિડ કેર સેન્ટરમાં વગાડે સંગીત
- દર્દીઓ ભૂલ્યાં દર્દ
રાજકોટ: શહેરના એક શિક્ષકે સ્કૂલ(School) બંધ હોવાથી સમરસ કોવિડ કેર સેન્ટર(Covid Care Centre)માં મ્યૂઝિક થેરાપી(Music therapy) શરૂ કરી છે. જેના કારણે છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગી રહી છે. આ શિક્ષક પહેલા કોરોના(Corona)ના દર્દીઓ અને હવે મ્યુકર માઈકોસીસ(Mucker mycosis)ના દર્દીઓને મ્યુઝિક થેરાપી(Music therapy) આપે છે. કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલાની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ(School) બંધ હોવાથી કોઈ કામ હોતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું છે. દર્દીઓની સંભાળ દરમિયાન તેમના પિતાને તે ગીત ગાઈ સંભળાવતા હતા. પિતાને ગીત ગાઈને સંભળાવતા મેહુલ સમરસ હોસ્પિટલ નિયુક્ત પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેમણે મેહુલ અંગે વધુ જાણકારી મેળવી હતી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને અને તેમને મેહુલને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી(Music therapy) આપવાનું નવું કામ સોંપ્યું.
આ પણ વાંચોઃ કોરોનાને હરાવવામાં ઉપયોગી છે મ્યૂઝિક થેરાપી, રાગ માલકૌંસમાં આ મંત્રજાપથી ફાયદો થશે
મેહુલ દર્દીઓના મનપસંદ ગીતો ગાઈ સંભળાવે
મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ છે. બસ પછી તો મેહુલનું કામ રોજ-બરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું થયું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમીને તેમનું દર્દ ભુલાય જાય છે. દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે છે, જે મેહુલ પુરી કરે છે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે છે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ છે. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ(Nurse) અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે છે.