- રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
- રૈયા ગામમાં પૂત્રએ જ પિતાની હત્યા કરી
- રાજકોટ ગાંધીગ્રામ પોલીસે (Rajkot Gandhigram Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટઃ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પૂત્રએ પિતાની હત્યા કરી છે. આ ઘટના રાજકોટના રૈયા ગામ નજીકની હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા પૂત્રએ પિતાને માર માર્યો હતો. તે દરમિયાન પિતાને ગંભીર ઈજાઓ થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજ્યું છે. જ્યારે હાલ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ (Rajkot Gandhigram Police) દ્વારા આ મામલે પૂત્ર પર હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
લગ્ન પ્રસંગમાં જવા મુદ્દે થઈ હતી માથાકૂટ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પરિવારમાં જામનગર ખાતે લગ્ન હોવાથી તેમાં પિતાએ લગ્નમાં જવા માટેની જીદ કરી હતી. આને ધ્યાનમાં રાખી પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન 33 વર્ષના પૂત્ર ઈમરાન તાયાણીએ પિતા ફિરોઝ હાજીભાઈ તાયાણીને માથામાં બોથડ પદાર્થ મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Rajkot Civil Hospital) લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.