રાજકોટ: યુનિવર્સિટી રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પહેલા ભુમાફિયાઓ (Murder By Land Mafia In Rajkot) દ્વારા આતંક મચવામાં આવ્યો હતો. તેમજ વિસ્તારવાસીઓ પર પથ્થરવડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારનું મૃત્યુ થયું હતું.
Land Mafia In Rajkot : રાજકોટ ભુમાફિયા દ્વારા કરવામાં આવેલ હત્યાનો કેસ CIDને સોપાશે આ પણ વાંચો:રાજકોટઃ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
ભાજપના નેતાઓ દ્વારા પરિવારજની માંગ સ્વીકારવાની ખાતરી આપી
ઘટનામાં આધેડનું મોત થતા પરિવારજનો અને સોસાયટીના લોકોએ આધેડની મૃતદેહ સ્વીકારવાને ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા પરિવારજની માંગ સ્વીકારવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આગામી દિવસોમાં તપાસ CIDને આપવાની જાહેરાત ગૃહપ્રધાન દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટના કુખ્યાત વ્યાજખોર અને ભૂમાફિયા ભૂપત ભરવાડનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
અન્ય જિલ્લાની પોલીસને તપાસની માંગ કરાઈ
સમગ્ર મામલો જ્યારે ગરમાયો અને પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલ ખાતે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના મનપાના પદાધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સમજવાનો પ્રયાસ કરાયો હતો. જો કે પરિવારજનોની માંગ હતી કે આ ઘટનાની તપાસ રાજકોટ સિવાયની અન્ય પોલીસને સોંપવામાં આવે, જે અંગેની ખાતરી ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવી હતી અને મામલો સમેટાયો હતો. જો કે આગામી દિવસોમાં તપાસ CIDને આપવાની જાહેરાત ગૃહપ્રધાન દ્વારા કરવામાં આવી છે.