- ખેડૂતો માટે રૂપિયા 540 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું
- ખેડૂતોને માટે જાહેર થયેલી સહાય પ્રમાણમાં ખૂબ જ ઓછી
- સૌરાષ્ટ્રભરના દરેક ખેડૂતને 33 ટકા કરતા વધુ નુકશાની
રાજકોટ : રાજ્યમાં વરસાદ સહિતની આફતોને લઈને ખેડૂતોને પાકને ખૂબ જ નુકશાન થયું છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રૂપિયા 540 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતો માટેના રાહત પેકેજ મામલે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ સરકારના પેકેજ મામલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે ખેડૂતોના નુકશાનના પ્રમાણમાં ખૂબ જ ઓછી સહાય છે. જ્યારે આ વર્ષે ખેડૂતોને કુદરતી આફતોનો ઘણો સામનો કરવો પડ્યો છે. તેમજ તેના કારણે ઘણા બધા ખેડૂતોના પાક ધોવાયાં હતા અને બીજો પાક વાવવાની ફરજ પડી હતી. આમ ખેડુતો માટે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને અમે અવકારીયાએ છીએ પરંતુ હજુ પણ સરકાર દ્વારા ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
ખેડૂતોને માટે જાહેર થયેલી સહાય પ્રમાણમાં ખૂબ જ ઓછી