- પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી ભારતીય બોટ્સના અપહરણ કરે છે
- પાકિસ્તાન અત્યારસુધી 1,130થી વધુ બોટ્સના અપહરણ કરી ચુકી છે
- માચ્છીમારો લાલચમાં આવી ફિશીંગ માટે સીમા વટાવી જાય છે
રાજકોટ : પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી અવાર નવાર ભારતીય બોટ્સના અપહરણ કરી કરી જાય છે. જેમાંથી સૌથી વધુ બોટ્સ ગુજરાતના પોરબંદર અને વેરાવળ થી હોય છે. ત્યારે પાકિસ્તાન મરીન એજેન્સીએ અત્યાર સુધી 1,130થી વધુ બોટ્સના અપહરણ કરી ચુકી છે અને 540 જેટલા માચ્છીમારોના અપહરણ કર્યા છે. તેઓને છોડાવા માટે ભારત સરકાર ફરી સક્રિય ભૂમિકા ભજવે તેવી રજૂઆત રાજ્યસભાના નવ નયુક્ત સાંસદ રામ મોકરિયાએ કરી છે.
વડાપ્રધાનને માચ્છીમારોની પાકિસ્તાનથી મુક્તિ માટે રજૂઆત કરી
ગુજરાતના અનેક મચ્છીમારોના પરિવારોએ રામ મોકરીયાને આ બાબતેે રજૂઆત કરી હતી. મીડિયા સાથે વાત કરતા રામ મોકરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનને તેઓ માચ્છીમારોની પાકિસ્તાનથી મુક્તિ માટે રજૂઆત કરી છે. માચ્છીમારો તેમના પરિવાર પાસે પરત ફરે અને માચ્છીમારોના અબજો રૂપિયાના બોટ્સ ભારત પરત આવે તેવી કામગીરી થવી જોઈએ. ભારતીય કોસ્ટગાર્ડ માચ્છીમારોને જળ સીમા ન વટવા હંમેશા તાકીદ કરે છે. તેમ છતાં મચ્છીમારો લાલચમાં આવી ફિશીંગ માટે સીમા વટાવી જાય છે. જેને લઈને પાકિસ્તાન તેઓનું અપહરણ કરી ભારતને નુકસાન પહોંચાડવા નાપક હરકતો કરે છે.
આ પણ વાંચો : કચ્છના દરિયા પાસે પાકિસ્તાની મરીન દ્વારા 35 માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી અવાર નવાર ભારતીય બોટ્સના અપહરણ કરે છે