ગુજરાત

gujarat

ETV Bharat / city

Mosquito epidemic in Rajkot: રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-તાવ- ઉધરસ, તાવના કેસોમાં વધારો - શરદી-તાવ- ઉધરસ

રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ(Corona virus in Rajkot) સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો હોય તેવા કેસ(Mosquito epidemic ) જોવા મળી રહ્યા છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો સામાન્ય તાવ - શરદી - ઉધરસ (Cold-fever-cough )અને ઝાડ ઉટલીના કેસ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રોગચાળો (Mosquito epidemic )વધતા મનપાની આરોગ્ય ટિમ (Rajkot Health Team)પણ એલર્ટ થઈ છે. તેમજ સત્તત વિવિધ વિસ્તારમાં ફોગીંગની તેમજ મચ્છરોના નાશ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડોગ બાઈટના 291 કેસ જોવા મળ્યા છે.

Mosquito epidemic in Rajkot: રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-તાવ- ઉધરસ, તાવના કેસોમાં વધારો
Mosquito epidemic in Rajkot: રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-તાવ- ઉધરસ, તાવના કેસોમાં વધારો

By

Published : Nov 30, 2021, 4:00 PM IST

  • રાજકોટમાં રોગચાળાના કેસોમાં વધારો
  • રાજકોટમાં રોગચાળો વધતા મનપાની આરોગ્ય ટિમ પણ એલર્ટ
  • સામાન્ય તાવ - શરદી - ઉધરસ અને ઝાડ ઉટલીના કેસ ઉછાળો

રાજકોટઃરાજકોટ શહેરમાં કોરોના વાઇરસ(Corona virus in Rajkot) સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો હોય તેવા કેસ જોવા મળી રહ્યા છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો સામાન્ય તાવ - શરદી - ઉધરસ (Cold-fever-cough )અને ઝાડ ઉટલીના કેસ ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે મચ્છર જન્ય કેસમાં એક અઠવાડિયામાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ રાજકોટમાં રોગચાળો(Mosquito epidemic in Rajkot ) વધતા મનપાની આરોગ્ય ટિમ (Rajkot Health Team)પણ એલર્ટ થઈ છે. તેમજ સત્તત વિવિધ વિસ્તારમાં ફોગીંગની તેમજ મચ્છરોના નાશ (Mosquito epidemic ) માટેની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડોગ બાઈટના 291 કેસ જોવા મળ્યા છે. જે પણ ચિંતાનો વિષય છે.

શરદી તાવ ઉધરસના કેસમાં ઉછાળો

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસ 563, જ્યારે સામાન્ય તાવના 324 અને ઝાડા ઉલ્ટીનાં 29 કેસ નોંધાયા છે. જ્યારે ટાઇફોઇડ તાવનો 1 કેસ, ડોગ બાઈટના 291 કેસ નોંધાયા છે. આ સાથે જ મચ્છરજન્ય કેસમાં(Mosquito epidemic ) ડેન્યુના 15, મેલેરિયાના 1 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 401, ચિકનગુનિયાના કુલ 32 અને મેલેરિયાના કુલ 54 કેસ જોવા મળ્યા છે. જો કે ગત અઠવાડિયામાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

4 હજાર કરતા વધુ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું

દિવાળી બાદ રાજકોટ શહેરમાં અચાનક મચ્છરજન્ય રોગચાળો વધ્યો હતો. ત્યારે મનપા દ્વારા પણ જે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વધુ હતો ત્યાં વિવિધ ઘરોમાં ફોગિંગ તેમન મચ્છરોના નાશ માટે દવાનો છાંટવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા અઠવાડિયામાં 4,023 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. 50,084 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ વિવિધ વિસ્તારમાં 1,129 મચ્છર ઉતપતિ સબબ નોટિસ ફટકારીને રૂ.15,090નો દંડ વસુલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃFire safety: ગુજરાત હાઇકોર્ટનો આદેશ- બિલ્ડિંગ તોડવી પડે તો તોડી પાડો, પણ કાર્યવાહી કરો

આ પણ વાંચોઃProtest against JMC commissioner Rajesh Tanna : કમિશનરના ઉગ્ર વર્તાવનો વિરોધ કરતાં લારીમાલિકો અને દલિત કાર્યકરો

ABOUT THE AUTHOR

...view details