ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાના કારણે રાજકોટમાં 985થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા - મ્યુનિસિપલ કમિશનરે હોર્ડિંગ્સમાં હટાવ્યા

રાજકોટમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસર 17 મે સોમવારે અને 18 મે મંગળવારે થઈ શકે છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે. આ સમગ્ર સંભાવનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વાવાઝોડા પહેલાં જ ભયજનક હોર્ડિંગ્સ, વૃક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાં લેવાની અધિકારીઓને સૂચના આપી છે.

તૌકતે વાવાઝોડાના કારણે રાજકોટમાં 985થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા
તૌકતે વાવાઝોડાના કારણે રાજકોટમાં 985થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા

By

Published : May 17, 2021, 2:35 PM IST

  • તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા સજ્જ
  • શહેરમાં ભયજનક હોર્ડિંગ્સ, વૃક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાં લેવા અધિકારીઓને સૂચના
  • રાજકોટમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસર 17 મે સોમવારે અને 18 મે મંગળવારે થઈ શકે છે
  • તૌકતે વાવાઝોડા પગલે રાજકોટમાં હોર્ડિંગ્સ અને 985થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરાયા

રાજકોટઃ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો 17 મે અને 18 મે દરમિયાન ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. વાવાઝોડાની સૌથી તીવ્ર અસર હોવાનું હવામાન વિભાગ જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડિંગ્ઝ, વૃક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાં લેવાની મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સૂચના પણ આપી છે.

આ પણ વાંચોઃભાવનગરના ઘોઘા બંદરે લાગ્યું ભયસુચક 9 નંબરનું સિગ્નલ

10 મોટા હોર્ડિંગ્સ અને 985થી વધુ બોર્ડ બેનરો દૂર કરાયા

રાજકોટ શહેરમાં જે કોઈ હોર્ડિંગ્સ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવા તેમજ તમામ સિનિયર અધિકારીઓને ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવ્યા છે. વાવાઝોડા સામે સોમવારથી જ યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના મનપા કમિશનર દ્વારા આપી દેવામાં આવી છે. તેમ જ અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 મોટા હોર્ડિંગ્સ અને 985થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના પગલે માંડવી તંત્ર બન્યું સતર્ક, 3610 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું

લોકોનું સ્થળાંતર અને આવશ્યક ફૂડ પેકેટ્સ તૈયાર રાખવા સૂચના

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, બાંધકામ સાઈટ્સ ખાતે ખૂલ્લામાં પડેલ માલસામાન યોગ્ય સ્થળે ખસેડી લેવો, ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે જ્યાં જ્યાં પાણી ભરવાના પ્રશ્નોનું નિરાકરણ કરવું તેમ જ નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર અને તેમના માટે આવશ્યક ફૂડ પેકેટ્સ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરીજનોને કામ વગર બહાર ન નીકળવુ જોઈએ.

ABOUT THE AUTHOR

...view details