ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 80,000થી વધુ લોકો પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની મુલાકાતે આવ્યા - ઈશ્વરિયા ગાર્ડન

કોરોના મહામારીના કારણે રાજકોટમાં ભરાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ થયો હતો. ત્યારે રાજકોટના ફરવાનું અન્ય સ્થળ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જન્માષ્ટમીના દિવસે ખૂબ જ ભીડ જોવા મળી હતી. છેલ્લા 3 દિવસમાં આ ઝૂમાં 80,000થી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 80,000થી વધુ લોકો પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની મુલાકાતે આવ્યા
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 80,000થી વધુ લોકો પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની મુલાકાતે આવ્યા

By

Published : Sep 2, 2021, 12:20 PM IST

  • રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જન્માષ્ટમીના દિવસે ભીડ જોવા મળી
  • જન્માષ્ટમી દરમિયાન પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 80,000થી વધુ લોકો આવ્યા
  • રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ,આજી ડેમ, ન્યારી ડેમ સહિતની સાઈટો ખુલી


રાજકોટઃ ચાલુ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં ભરાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ થયો હતો. ત્યારે જન્માષ્ટમી નિમિત્તે લોકો મોટી સંખ્યામાં રાજકોટ બહાર ફરવા જવાનું પસંદ કર્યું હતું. તેવામાં રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ, ન્યારી ડેમ સહિતની સાઈટો ખુલી હતી. અહીં પણ શહેરીજનો તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એવામાં રાજકોટમાં સાતમ, આઠમ અને નોમની વાત કરવામાં આવે તો આ 3 દિવસમાં 80,000 કરતાં વધુ લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત કરી હતી. તે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની પણ બમણી આવક થવા પામી છે.

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જન્માષ્ટમીના દિવસે ભીડ જોવા મળી

આ પણ વાંચો-શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીના પાવન અવસરે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ
રાજકોટ મહાનગરપાલિકાની આવક વધી

જન્માષ્ટમીના તહેવારને લઈને કોરોનાની મહામારી વધુ પ્રમાણમાં ન ફેલાય તે માટે રાજકોટમાં ભરાતાં સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં તહેવારની રજામાં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ઉમટી પડ્યા હતા, જેમાં સાતમના દિવસે 20,858 લોકો, જ્યારે આઠમે 36,582 લોકો અને નોમના દિવસે 28,090 લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત કરી હતી. આમ, જન્માષ્ટમીના 3 દિવસોમાં કુલ 85530 લોકોએ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની મુલાકાત કરી હતી. આને લઇને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-સુરતના કતારગામ વિસ્તારના લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ઉજવી જન્માષ્ટમી, વીડિયો વાઈરલ

મહાનગરપાલિકાને ઝૂમાંથી જ 20 લાખ રૂપિયાની આવક થઈ

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું ઘણું જ મહત્વ હોય છે. તેમ જ ઠેરઠેર મિની વેકેશન જેવો માહોલ સર્જાય છે. એવામાં રાજકોટમાં લોકમેળો થયો ન હોવાના કારણે લોકો ચિંતામાં મુકાયા હતા, પરંતુ જ્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખુલ્લું રાખવાની જાહેરાત કરી હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઝૂ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં ત્રણ દિવસમાં કોર્પોરેશનને 20 લાખ રૂપિયા જેટલી આવક થવા પામી હતી. સામાન્ય રીતે લોકમેળો ચાલુ હોય તો મોટી સંખ્યામાં લોકો લોકમેળામાં જવાનું પસંદ કરતા હોય છે પરંતુ લોકમેળાનું આયોજન ન થયું હોવાના કારણે લોકો પ્રદ્યુમન પાર્ક ઝૂ સહિતના વિસ્તારો તરફ વળ્યા હતા.

લોકમેળો રદ થતા લોકો ઝૂ તરફ વળ્યા

દેશમાં કોરોનાની મહામારી હજી ભરાઈ નથી. તેવામાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકમેળો યોજવો યોગ્ય ન હોવાથી વહિવટી તંત્રએ લોકમેળાને રદ કર્યો હતો. તો બીજી તરફ રાજકોટ વહિવટી તંત્ર દ્વારા ઈશ્વરિયા ગાર્ડન પણ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે પ્રદ્યુમ્ન પાર્ક ઝુનું સંચાલન કરતા આર. કે. હીરપરાએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝૂને તહેવાર દરમિયાન ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જ્યાં પણ લોકો મોટી સંખ્યામાં લોકોની ભીડ આવી ન ચડે તે માટે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ કોવિડ ગરાઈડલાઈનનો પણ ચુસ્તપણે અમલ કરાયો હતો. જ્યારે ઝુ ખાતે ત્રણ દિવસમાં 80,000 કરતા વધુ સહેલાણીઓ ઝૂની મુલાકાતે આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details