- કેન્દ્ર સરકાર દ્વારા સોનાના ઘરેણાને લઈને નવો કાયદો ઘડવામાં આવ્યો છે
- દેશભરના સોની વેપારીઓએ એક દિવસનું સજજડ બંધ પાડીને હડતાલ કરી
- સૌરાષ્ટ્ર સહિત રાજકોટના સોની વેપારીઓ પણ હડતાલમાં જોડાયા છે
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા સોનાના ઘરેણાને લઈને નવો કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદામાં જે પ્રક્રિયાઓ છે તે ખૂબ જ જટિલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને આજે દેશભરના સોની વેપારીઓએ એક દિવસનું સજજડ બંધ પાડીને હડતાલ કરી છે. જેના સમર્થનમાં સૌરાષ્ટ્ર સહિત રાજકોટના સોની વેપારીઓ પણ જોડાયા છે. રાજકોટના 5 હજારથી વધુ નાના-મોટા વેપારીઓ અને કારીગરોએ આજે એક દિવસનું બંધ પાડીને હડતાલ યોજી છે અને આ નવા નિયમો વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
હોલમાર્કના કાયદા વિરુદ્ધ વેપારીઓમાં રોષ આ પણ વાંચો- સુરતના 1500 જેટલા જ્વેલર્સ 23 ઓગસ્ટના રોજ કરશે હડતાલ
હોલમાર્કની જટીલ પ્રક્રિયાને લઈને રોષ
કેન્દ્ર સરકારના નવા કાયદામાં સોના-ચાંદીના દાગીનાને લઈને નવા નિયમો બનવામાં આવ્યા છે. જેમાં સોની વેપારીઓને હોલમાર્કના નિયમો સામે વાંધો નથી, પરંતુ આ હોલમાર્ક સાથેની જે યુનિક આઈડી નોંધવાની પ્રક્રિયા છે, તેની સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં હોલમાર્ક કરાવવા માટે દરેક દાગીનાની રજીસ્ટરમાં નોંધ કરાવવી પડે છે અને ફોટો પણ પડાવો પડે છે. આ તમામ વસ્તુ ફરજિયાત છે. જે પ્રક્રિયાને કારણે લગભગ 8થી 10 દિવસનો સમય લાગે છે. જ્યારે ઘણા સોની વેપારીઓ શિક્ષિત ન હોવાના કારણે પણ મુશ્કેલીમાં મુકાય છે. આ પ્રક્રિયાની સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે.
હોલમાર્કના કાયદા વિરુદ્ધ વેપારીઓમાં રોષ પ્રક્રિયામાં 8થી 10 દિવસ લાગે છે: સોની વેપારી
હોલમાર્કના નવા નિયમના કારણે જે ગ્રાહકો તહેવારોમાં ખરીદી કરતા હોય છે. તેમને પણ સમયસર સોના-ચાંદીના દાગીના મળતા નથી, કારણ કે આ હોલ માર્કની પ્રક્રિયામાં 8થી 10દિવસ જેટલો સમય લાગે છે. જેને લઇને જે ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરાવવામાં આવ્યું હોય તેમને પણ સમયસર દાગીના નથી મળતા. જ્યારે તહેવારોમાં સોના-ચાંદીના ઘરેણાની ખરીદી કરવા આવતા હોય છે, તેવા ગ્રાહકોને પણ આ જ પ્રક્રિયાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ પ્રક્રિયાના કારણે દિવસમાં માંડ એક થી બે દાગીનાનું વેચાણ સોની વેપારીઓ કરી શકે છે.
હોલમાર્કના કાયદા વિરુદ્ધ વેપારીઓમાં રોષ આ પણ વાંચો-સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3500 જેટલા જ્વેલર્સ આજે હડતાલ પર
સરકાર થોડી રાહત આપે તો અમે આ નવા કાયદાને સ્વીકારી શકીએ છીએ: સોની વેપારી
આજે દેશભરમાં સોની વેપારીઓએ હડતાલ પાડી છે, ત્યારે રાજકોટના પણ વેપારીઓએ તેને સમર્થન આપ્યું છે. જે અંગે રાજકોટ સોની બજાર દુકાન ધરાવતા અરવિંદભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને હોલમાર્ક કરવા સામે વાંધો નથી, પરંતુ તેની જે જટિલ પ્રક્રિયા છે તેની સામે વાંધો છે. જેમાં સરકાર થોડી રાહત આપે તો અમે આ નવા કાયદાને સ્વીકારી શકીએ છીએ. જ્યારે હાલ નવા કાયદામાં જે હોલમાર્કની જટિલ પ્રક્રિયા છે. તેને લઇને મોટાભાગના સોની વેપારીઓના ધંધા બંધ થઈ જવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.