ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ: AIIMSના નિર્માણ બાદ 5000થી વધુ લોકોને મળશે રોજગારીનો લાભ

ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે. 750 બેડની વ્યવસ્થાધરાવતી AIIMSમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે. સમગ્ર AIIMSના સંચાલન માટે 5000થી વધુના સ્ટાફની જરૂર હોવાનું AIIMSના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

રાજકોટ AIIMS
રાજકોટ AIIMS

By

Published : Dec 29, 2020, 7:07 PM IST

  • ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી
  • 31 ડિસેમ્બરે AIIMSનું ખાતમુહૂર્ત પીએમ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે
  • AIIMS માટે 5 હજારથી વધુના સ્ટાફની જરૂર: ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા

રાજકોટ: ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે. 750 બેડની વ્યવસ્થાધરાવતી AIIMSમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે. સમગ્ર AIIMSના સંચાલન માટે 5000થી વધુના સ્ટાફની જરૂર હોવાનું AIIMSના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.


750 બેડની વ્યવસ્થા હશે AIIMSમાં

ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈને ટ્રોમા સેન્ટર સુધીના ઈમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં નિર્માણ થનારી AIIMSમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત કરવામાં આવશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડ્રી, મેડિકલ ગેસ સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. AIIMSમાં 750 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details