- Night Curfew અને Social Distance ભંગના દરરોજે 300 કેસ
- રાજકોટમાં Corona Cases કાબૂમાં પણ પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શક્યતા
- પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોકોને જાગૃત રહેવા માટે કરી અપીલ
રાજકોટ : સમગ્ર રાજ્યમાં સવારના 9થી સાંજે 6 વાગ્યા સુધી પાનના ગલ્લાઓ, દુકાનો, બજારો ખુલ્લી રાખવા માટેનો સરકાર દવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, Corona Guidelines નું સંપૂર્ણપણે પાલન કરે અને કોરોના વાઇરસને હરાવવા માટે પોલીસને પણ લોકો મદદરૂપ થાય. પોલીસ દ્વારા પણ જો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન નહીં કરે તો તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરાશે, તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.