ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર આજે ફોર્મ ભરશે - Form

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં આવવાની છે ત્યારે રાજકોટમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જે અંગે રાજકોટ શહેર કોંગ્રેસના 30થી વધુ ઉમેદવારો પોતાની આજે ઉમેદવારી નોંધાવશે. આ માટે રાજકોટમાં એ ડિવિઝન પોલીસ મથક સામે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઉમેદવારીપત્ર ભરનારા તમામ કોંગ્રેસના ઉમેદવારો એકઠા થશે. અહીં સભા બાદ તમામ પોતપોતાના વિસ્તાર માટેની ઓફિસ ખાતે ફોર્મ ભરવા જશે.

રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર આજે ફોર્મ ભરશે
રાજકોટ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર આજે ફોર્મ ભરશે

By

Published : Feb 5, 2021, 1:20 PM IST

  • રાજકોટમાં 30થી વધુ કોંગ્રેસી ઉમેદવારો આજે ફોર્મ ભરશે
  • રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ મેદાને
  • કોંગ્રેસે 22 ઉમેદવારના નામ જાહેર કરતા લોકોમાં ચર્ચા

રાજકોટઃ રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસે હજી સત્તાવાર રીતે 22 જ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જ્યારે એવું પણ માનવામાં આવે છે કે શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રી વાઘેલા તેમ જ પૂર્વ વિપક્ષી નેતા વસરામ સાગઠિયાની પેનલ હજુ જાહેર નથી થઈ હોવા છતાં તેઓ પણ પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે હજી પણ કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી એટલે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.

જકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ મેદાને

રાજકોટ મનપામાં વિજય મેળવવા કોંગ્રેસ જોર લગાવી રહી છે

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવવા કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે. જોકે, માત્ર 22 ઉમેદવારોના નામ જાહેર કરાતા લોકોમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે.

કોંગ્રેસે 22 ઉમેદવારના નામ જાહેર કરતા લોકોમાં ચર્ચા

ABOUT THE AUTHOR

...view details