ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં લોકડાઉન સમયે રૂપિયા 3 લાખથી વધુનો હેરોઈનનો જથ્થો ઝડપાયો - રાજકોટ ન્યૂઝ

હાલ સમગ્ર દેશમાં કોરોના નામની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ રંગીલા રાજકોટમાં કોરોના દરમિયાન પણ ગુનેગાર બેકાબૂ થયા છે. રાજકોટમાંથી આવા સમયે પણ નશીલો માદક પદાર્થ એટલે કે હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

More than 3 lakh heroin was seized in rajkot
રાજકોટમાં લોકડાઉન સમયે રૂ. 3 લાખથી વધુનો હેરોઈનો જથ્થો ઝડપાયો

By

Published : Apr 30, 2020, 8:06 PM IST

રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોના નામની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ રંગીલા રાજકોટમાં કોરોના દરમિયાન પણ ગુન્હેગાર બેકાબૂ થયા છે. રાજકોટમાંથી આવા સમયે પણ નશીલો માદક પદાર્થ એટલે કે હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

રાજકોટની ભક્તિનગર પોલીસ દ્વારા બાતમીના આધારે એક પતિ પત્નીને અંદાજીત 33 ગ્રામ સાથે ઝડપી પાડ્યા છે. બજારમાં આ હેરોઇનની કિંમત રૂ.3,30,000ની માનવામાં આવી રહી છે. ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટિમ અગાઉથી જ કોઠારિયા મેઈન રોડ પર આવેલા મનપાના સ્વિમિંગ પુલ નજીક વોચ રાખીને બેઠા હતા.

રાજકોટમાં લોકડાઉન સમયે રૂ. 3 લાખથી વધુનો હેરોઈનો જથ્થો ઝડપાયો

ફાતમા ઇમરાનભાઈ પઠાણ અને ઇમરાન અનવરભાઈ પઠાણ નામના પતિ પત્ની હેરોઇન જથ્થા સાથે આવી ચડતા તેમને પોલીસે ઝડપી લીધા હતા. ભક્તિનગર પોલીસ દ્વારા બન્ને પતિ પત્નીની ધરપકડ કરી, તેમની પાસેથી કુલ 3,85,390નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details