ગુજરાત

gujarat

ETV Bharat / city

31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં 3 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ

રાજકોટમાં પોલીસે અંદાજીત રૂપિયા 3 કરોડથી વધુનો વિદેશી દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો છે. પોલીસ દ્વારા રાજકોટની ભાગોળે આવેલ સોખડા ગામ ખાતે બુધવારના રોજ આ વિદેશી દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું. રાજકોટના અલગ અલગ પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યા બાદ તેનો સોખડા ખાતે તમામ કાર્યવાહી કર્યા બાદ નાશ કર્યો હતો.

31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં 3 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ
31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં 3 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ

By

Published : Dec 30, 2020, 3:54 PM IST

Updated : Dec 30, 2020, 4:16 PM IST

  • 31st પહેલા રાજકોટમાં રૂ. 3કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ
  • અંદાજીત રૂ.3 કરોડથી વધુનો દારૂ કરાયો નાશ
  • સોખડા ખાતે તમામ કાર્યવાહી કર્યા બાદ નાશ કર્યો હતો

રાજકોટઃ શહેરના અલગ-અલગ પોલીસ મથક દ્વારા ચાલુ વર્ષ દરમિયાન પકડવામાં આવેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંદાજીત રૂપિયા 3 કરોડથી વધુના દારૂના જથ્થા પર પોલીસ અધિકારીઓએ હાજર રહીને નાશ કરાવ્યો હતો. જો કે વર્ષ દરમિયાન સૌથી વધુ વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 6 મહિનામાં ઝડપાયો 3 કરોડથી વધુનો દારૂ

આ અંગે રાજકોટ ઝોન 2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસે છેલ્લા 6 મહિનામાં ઝડપી પાડેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજીત રૂ 3 કરોડથી વધુની છે. તમામ કોર્ટ કાર્યવાહી બાદ આ વિદેશી દારૂનો નાશ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ પૂરું થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Last Updated : Dec 30, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details