ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ, અત્યાર સુધીમાં 3ના મોત - રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસ

કોરોના થયેલા લોકોને મ્યુકોરમાઈકોસીસ નામનો નવો રોગ તઇ રહ્યો છે, ત્યારે આરોગ્યતંત્ર આ રોગને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. રાજકોટમાં અત્યારસુધી મ્યુકોરમાઈકોસીસના 200થી વધારે કેસ નોંધાયા છે અને 3 દર્દીઓનું મોત થયું છે.

રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ
રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ

By

Published : May 14, 2021, 4:44 PM IST

  • રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ
  • અત્યાર સુધીમાં ત્રણના મોત
  • 400 બેડનો વોર્ડ તૈયાર કરાયો

રાજકોટઃ કોરોનાના કહેર બાદ સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના શહેરોમા હવે મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના કેસ વધતા વહીવટી તંત્ર દ્વારા 400 બેડનો અલગ વોર્ડ સિવિલ હોસ્પિટલમાં બનાવામાં આવ્યો છે. ત્યારે હાલમાં રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ માત્ર રાજકોટમાં નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 3 દર્દીઓના મ્યુકોરમાઈકોસીસના કારણે મોત થયા છે. આ સાથે જ હજુ પણ રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના નવા કેસો નોંધાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની

ત્રણ દર્દીઓના મોત: સિવિલ સુપરિટેન્ડ

રાજ્યમાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થયો છે. જેને લઈને રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના કારણે અત્યાર સુધીમાં કેટલા દર્દીઓના મોત થયા છે તે અંગે ETV Bharat દ્વારા સિવિલ સુપરિટેન્ડ ડૉ.આર.એસ. ત્રિવેદીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 3 દર્દીઓના મ્યુકોરમાઈકોસીસના કારણે મોત થયાં છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના કેસ વધતાં વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં 400 બેડનો અલગ મ્યુકોરમાઈકોસીસ માટેનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ લેવા આવી રહ્યા છે સારવાર

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્રભરના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે. જેથી હાલના કોરોના દાખલ દર્દીઓ પર પણ આરોગ્ય તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હાલ 200થી વધુ કેસ મ્યુકોરમાઈકોસીસના નોંધાયા છે. જે આગામી દિવસોમાં વધે તો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર તેને પહોંચી વળવા માટે અત્યારથી જ સજ્જ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details