રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કુલ 139 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં જોવા મળ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયાં છે. આજે કોરોનાના પોઝિટિવ કેસની વિગત જોઈએ તો 29 વર્ષની મહિલા જે અમદાવાદથી રાજકોટ આવી હતી જ્યારે 5 વર્ષનો બાળક અને 55 વર્ષના પુરૂષ પણ અમદાવાદથી આવ્યાં હતાં. જ્યારે 30 વર્ષના પુરુષ અમરેલી જિલ્લામાંથી રાજકોટ ખાતે આવ્યાં હતાં તેમનો પણ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
રાજકોટમાં કોરોનાના વધુ નવા 4 પોઝિટિવ કેસ નોંધાયાં, કુલ 139 થયાં - કોરોનાઅપડેટ
રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કેર સત્તત વધી રહ્યો છે. આજે રાજકોટમાં વધુ કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને લઈને રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 92 કેસ થયાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં 47 કોરોનાના કેસ સામે આવ્યાં છે.

રાજકોટમાં આજે વધુ કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયાં, કુલ 139 થયાં
હાલ રાજકોટમાંથી કુલ 80થી વધુ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.