ગુજરાત

gujarat

કોરોના બ્લાસ્ટ, રાજકોટમાં એક સાથે 13 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jul 6, 2020, 6:24 PM IST

રાજકોટમાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય તેમ એક સાથે 13 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના છ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે.

રોજકોટ
રાજકોટ

રાજકોટઃ રાજકોટમાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય તેમ એક સાથે 13 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના છ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે.

રાજકોટના શિવ શક્તિ સોસાયટીમાં રહેતા પરિવારના છ લોકોને એક સાથે કોરોના પોઝિટિવ આવતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. જ્યારે આ પરિવાર સાથે અન્ય સાત લોકોના પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

રાજકોટના મોરબી રોડ પર ગણેશનગર, સંત કબીર રોડ ઉપર શિવ શક્તિ સોસાયટી, અંબિકા ટાઉનશીપમા જીવરાજ પાર્ક અને સહકાર સોસાયટી તેમજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલી મારવેલ હોસ્પિટલ પાસે, ભક્તિનગર અને આણંદનગર સહિતના વિસ્તારોમાં આજે કોરોનાના 13 જેટલા પોઝિટિવ સામે આવ્યા છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 245 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાંથી 85 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે 150 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેમજ અત્યાર સુધીમાં 10 જેટલા કોરોનાના દર્દીના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details