- મોરબી-રાજકોટ હાઈવેનું કામ અટક્યું
- પોણા ચાર વર્ષ થઈ ગયા હોવા છતા કામ નથી પત્યું
- 275 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે રોડ
મોરબી: મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે ફોરલેન બનાવવા માટે 275 કરોડના ખર્ચે સરકારે મંજુરી આપી હતી અને ગત વિધાનસભા ચુંટણી સમયે હાઈવે ફોરલેન માટેનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જેની સમયમર્યાદા 2019 નક્કી કરી હતી અને બાદમાં કોરોના મહામારીને પગલે માર્ચ 2020 થી એક વર્ષની મુદત વધારી હતી છતાં પણ કામ હજુ પૂર્ણ થયું નથી.
18 માસની સમયમર્યાદા આપવામાં આવી
મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે ફોરલેન બનાવવા માટે રૂપિયા 275 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી હતી. મોરબી ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાઈવે ફોરલેનની જાહેરાત કરી હતી જેનું ખાતમુર્હત તારીખ. 07-10-2017 ના રોજ કરવામાં આવ્યું હતું જે કામ પૂર્ણ કરવા મૂળ સમયમર્યાદા તા. 21-09-2017 થી 20-03-2019 એટલે કે 18 માસની નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :વહીવટી તંત્ર ધારે તો શું ન કરી શકે : ગણતરીની મિનીટોમાં ધોલેરા વટામણ હાઈવે પૂર્વવત કરાયો