- રાજકોટમાં શરૂ થશે મહોલ્લા ક્લિનીક
- 67 સ્થળોએ શરૂ થશે મહોલ્લા ક્લિનીક
- મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
રાજકોટમાં 67 સ્થળોએ શરૂ થશે મહોલ્લા ક્લિનીક - રાજકોટ ન્યૂઝ
રાજકોટમાં મનપા દ્વારા ગલીએ ગલીએ મહોલ્લા ક્લિનીક શરૂ કરવામા આવશે. 67 સ્થળોએ મહોલ્લા ક્લિનીક શરૂ કરવામાં આવશે. જે સ્થળે આરોગ્ય કેન્દ્ર નથી તે સ્થળે મહોલ્લા ક્લિનીક શરૂ કરવામાં આવશે.
રાજકોટ: દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા શહેરમાં ગલીએ ગલીએ મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવી છે. એવું જ રીતે રાજકોટમાં પણ મહાનગરપાલિકા (RMC) દ્વારા આગામી દિવસોમાં પછાત તેમજ સલ્મ વિસ્તારમાં જ્યાં આરોગ્ય કેન્દ્ર (Health Center) ન હોય તેવા સ્થળોએ મહોલ્લા ક્લિનીક બનવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ 67 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં હવે મહોલ્લા ક્લિનીક શરૂ કરવામાં આવશે.જેનો ફાયદો રાજકોટવાસીઓ થશે.
સાંજના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રખાશે
રાજકોટના અલગ અલગ કુલ 67 જેટલા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મહોલ્લા ક્લિનીક શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે મનપા દ્વારા આ ક્લિનીકમાં ફરજ બજાવી શકે તેવા ડૉક્ટરોના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. તેમજ હાલ આ અંગેની પ્રક્રિયાઓ શરૂ છે. જ્યારે શહેરના રૈયાધાર, ભગવતીપરા, મુંજકા, થોરાળાઝ રામનાથપરા વિસ્તારમાં આવેલા સલ્મ એરિયામાં આ ક્લિનીક શરૂ કરવામાં આવશે. જેને સાંજના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે.
1 હજારથી વધુની વસ્તી વિસ્તારમાં થશે સહેલું
રાજકોટમાં મહોલ્લા ક્લિનીક શરૂ થવાના છે. જે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડે Etv Bharat ને જણાવ્યું હતું કે, રાજકોટના સલ્મ વિસ્તારમાં અને જ્યાં આરોગ્ય કેન્દ્ર અને સરકારી હેલ્થ સર્વિસથી અંદાજીત 3 કિ.મીથી દૂર હોય અને 1 હજાર જેટલી વસ્તી વાળો વિસ્તાર હોય ત્યાં આ મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેને લઈને આવા વિસ્તારમાં રહેતા લોકોને સહેલાઇથી તેમજ નિઃશુલ્ક આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવશે.
સાંજના 5થી રાતના 9 વાગ્યા સુધી રહેશે શરૂ
રાજકોટના પછાત વિસ્તારમાં આ મહોલ્લા ક્લિનીક શરૂ કરવામાં આવશે. જેનો સમય સાંજના 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યાનો રહેશે. જ્યારે પછાત વિસ્તારમાં મોટાભાગના લોકો સવારે પોતાના કામ ધંધા માટે નીકળી જતા હોય છે અને રાતે ઘરે આવતા હોય છે. જેના માટે આ વિસ્તારમાં રહેતા લોકોને તેમના સમયે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મહોલ્લા ક્લિનીકનો સમય સાંજના 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.