- રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજાઈ
- વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા યોજાઈ મોક ડ્રીલ
- આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી તેની જાણકારી આપી
રાજકોટ: રાજકોટ મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે બુુધવારે તા. 26-05-2021ના રોજ શહેરની 8 કોવિડ હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટીકલ જાણકારી મોક ડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં નર્સિંગ સ્ટાફને ન્યાય અપાવવા વિરોધ કરતા NSUI કાર્યકર્તાઓની અટકાયત