- મે કોરોના આવ્યો ત્યારથી માસ્ક જ નથી પહેર્યું
- મે ક્યારેય કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન પણ નથી કર્યું
- આ સમય સરકારની ટીકા-ટિપ્પણી કરવાનો નથી
રાજકોટ: જીલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસ પાર્ટીના MLA લલિત વસોયા સોશિયલ મીડિયા પર લાઈવ થઈને એક વિડિઓ શેયર કર્યો હતો. જેમાં તેઓ ભાવુક થયા હતા, સાથે જ કોરોના વાયરસ અંગેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. હાલ તેઓ પોતે પણ કોરોનાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓએ કોરોના આવ્યો ત્યારથી ક્યારેય માસ્ક નહોતું પહેર્યું. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, જ્યારે વિધાનસભામાં પણ વિધાનસભા અધ્યક્ષ દ્વારા માસ્ક પહેરવાનું કહેવામાં આવતા તેમની પણ અવગણના કરી હતી અને પોતે એ પણ કબુલ્યું હતું કે, તેમણે ક્યારેય પણ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન નહોતું કર્યું. સાથે તેમણે એ પણ જણાવ્યું કે, તેમની એક ભૂલના કારણે તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયો છે.
આ પણ વાંચો:ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને થયો કોરોના