રાજકોટ:રાજકોટ પોલીસ કમિશનર (MLA Govind Patel accused police commissioner) ઉપર લાગેલા ભાજપના આક્ષેપો બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની અધિકારીઓ પર કોઈપણ પકડ નથી અને માયકાગલી સરકાર છે.
સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ બન્યા : લલિત વસોયા આ પણ વાચો:રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ
સરકારી અધિકારીઓ સામાન્ય લોકોને હેરાન કરે છે : લલિત વસોયા
રાજકોટ પોલીસ કમિશનર પર ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ(MLA Govind Patel accused police commissioner) દ્વારા થોડા સમય પહેલા કમિશન લેવાના આક્ષેપ કર્યા હતા. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. આ આક્ષેપોથી ગુજરાત રાજકારણમાં ઠંડીની સીઝનમાં પણ ગરમી આવી ગઈ હતી. ભાજપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ ધોરાજી વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકાર પર ચાબખા મારવામાં આવ્યા હતા.
આ પણ વાચો:રાજ્યમાં જમીન માપણી અંગે 1 લાખ કરતા વધુ ખેડૂતોને અન્યાય: ગોવિંદ પટેલ
સરકારની પોલીસ તંત્ર પર કોઈ પકડ નથી
લલિત વસોયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ્યારે આવી બાબતો અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે ધરણા કરે ત્યારે અગાઉ તેમની અટકાયત કરી લેવામાં આવે છે. સરકારી અધિકારીઓ પર કોઈપણ પકડ નથી અને માયકાગલી સરકાર છે. સાથે જ તેમણે આક્ષેપો કર્યા હતા કે, રાજકોટના પોલીસ કમિશનરની બાબાતથી ખ્યાલ આવે છે કે પોલીસતંત્ર અને રેવન્યુ વિભાગની શું હાલત છે. આગામી દિવસોની અંદર પોલીસતંત્રનો જે શરમજનક કિસ્સો આવ્યો છે તે લોકોની વચ્ચે ઉજાગર કરવામાં આવશે. તેમજ વિધાનસભાની અંદર પણ સરકારને આ બાબતે ચર્ચા કરવા માટે પ્રેશર લાવીશું અને લોકોનો અવાજ ઉઠાવીશું.