રાજકોટ: દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશ્નર (MLA Govind Patel accused police commissioner) પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ આ પણ વાંચો:રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે CMને લખ્યો પત્ર, ઓડિટોરિયમ સહિતના કામો માટે કરી રજૂઆત
નાણાં પાછા આપવા 15%ની માંગણી કરાઈ
ગોવિંદ પટેલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં મહેશ સખીયા નામના અરજદાર દ્વારા આઠ મહિના અગાઉ લેખિક ફરિયાદ કરવામાં આવી હતી. તેમની સાથે અંદાજીત રૂપિયા15 કરોડની છેતરપીંડી થઈ છે. જ્યારે આ મામલાની પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હોતી. જ્યારે અંગે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મહેશ સખીયાના જે પણ પૈસાની છેતરપીંડી કરાઈ છે તે મેળવી આપીને તેમાંથી 15 ટકા હિસ્સો પોલીસને આપવો જોશે. જ્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરીને રૂપિયા7 કરોડ પાછા અપાવ્યા હતા.
પોલીસ કમિશ્નર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકીં, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ આ પણ વાંચો:રાજ્યમાં જમીન માપણી અંગે 1 લાખ કરતા વધુ ખેડૂતોને અન્યાય: ગોવિંદ પટેલ
પોલીસ કમિશ્નરે રૂપિયા 75 લાખ વસુલ્યા
મહેશ સખીયાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેતરપીંડીના 15માંથી 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી રૂપિયા75 લાખ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના PI મારફતે લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા 30 લાખની ઉઘરાણી PI દ્વારા ફોનથી મહેશ પાસે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશ્નર પર આ પ્રકારના પૈસા લેવાનો આક્ષેપ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે.