- રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની અછત
- રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું
- માત્ર દર્દીના આધારકાર્ડની કોપી મેળવીને સંબંધીને અપાય છે ઓક્સિજન સિલિન્ડર
રાજકોટ: રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 5 દિવસ થી શરૂ કરવામાં આવેલા આ વિતરણ કાર્યક્રમનો અત્યાર સુધીમાં 200થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો છે.
રાજકોટના ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરાયું દરરોજે આવી રહ્યા છે દર્દીઓના ફોન
અરવિંદ રૈયાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. જેના કારણે સમગ્ર ટીમ દ્વારા ઓક્સિજનની સેવા શરૂ કરવામાં આવી છે. માત્ર દર્દીના આધારકાર્ડના આધારે દર્દીના સંબંધીઓને ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. હાલમાં રોજ સંખ્યાબંધ દર્દીઓના ફોન આવી રહ્યા છે. હાલમાં અમે જુના સિલિન્ડરને રિફીલ કરીને આપી રહ્યા છીએ, પરંતુ આગામી દિવસોમાં સંખ્યા વધારવામાં આવશે. આજની તારીખે પણ 80 જેટલા લોકો વેઈટિંગમાં હોવાનું જાણવા મળ્યું છે.