રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાક રાજકીય લાગવકીયાઓને જાણે લોકડાઉનમાં પણ છૂટ મળી ગઈ હોય તેમ શહેરમાં બિન્દાસ આટાફેરા કરે છે. જેને લઈને પોલીસ દ્વારા પણ આવા ઈસમો વિરુદ્ધ કડકાઇ દર્શાવામાં આવી રહી છે. પરંતુ આવા ઈસમો વિરુદ્ધને બચાવવામાં લોક પ્રતિનિધિઓ પણ પોતાની ફરજ ચૂકી રહ્યા હોવાની એક ઘટના રાજકોટમાં સામે આવી છે.
રાજકોટમાં BJP કાર્યકર્તાનું બાઈક રોકવામાં આવતા MLAની દાદાગીરી - # રાજકોટ ધારાસભ્ય અરવિંદ રૈયાણી
હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક રાજકીય લાગવકીયાઓને જાણે લોકડાઉનમાં પણ છૂટ મળી ગઈ હોય તેમ શહેરમાં બિન્દાસ આટાફેરા કરે છે.

રાજકોટના બેડી ચોકડી વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા બી ડિવિઝનના PSI સાકરીયાએ એક બીજેપી કાર્યકર્તાઓનું બાઈક રોકી તપાસ હાથધરી ડિટેઈન કરવાની તજવીજ કરી હતી. પરંતુ બીજેપી કાર્યકર્તાનું બાઈક રોકવામાં આવતા રાજકોટના વિવાદિત ધારાસભ્ય અરવિંદ રૈયાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચેકપોસ્ટ પર રહેલા પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી.
જો કે, આ મામલે રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજેપી બાઈક ચાલકને દંડ ભરાવતા સમગ્ર મામલો શાંત પડ્યો હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે.