- રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં
- વાયરલ ઓડિયો ક્લિપ મામલે ઇટીવી ભારત સાથે વાતચીત
- હું પોલીસ ફરિયાદ કરીશઃ અરવિંદ રૈયાણી
ઓડિયો ક્લિપ વાઇરલ મુદ્દોઃ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કહ્યું- હું પોલીસ ફરિયાદ કરીશ - ઓડિયો કલીપ વાઇરલ મુદ્દો
રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રૈયાણી પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયા સહિતના પાટીદાર નેતાઓને ગાળો આપી રહ્યા છે. ત્યારે આ ઓડિયો ક્લીપ અંગે ETV ભારત દ્વારા ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા વાતચીત કરવામાં આવી હતી.
ઓડિયો ક્લિપ મુદ્દે ધારાસભ્ય સાથે વાતચીત
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. એવામાં રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રૈયાણી પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયા, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા તેમજ ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલ સહિતના પાટીદાર નેતાઓને ગાળો આપી રહ્યા છે. ત્યારે આ ઓડિયો ક્લીપ અંગે ETV ભારત દ્વારા ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.