- વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક વેપાર ધંધો બંધ કરવાની અપીલને મળ્યો મિશ્ર પ્રતિસાદ
- વેપારીઓ દુકાનો બંધ કરીને પોતાની દુકાનો પાસે બેસતા જોવા મળ્યા
- શનિ-રવિ સંપૂર્ણ બંધ અને સોમથી શુક્ર સવારના 8થી બપોરના 2 સુધી દુકાનો ખૂલ્લી રખાશે
રાજકોટ:જિલ્લાના જેતપુરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં વિવિધ વેપારી મંડળો અને સરકારી તંત્રના અધિકારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારી મંડળો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, સોમવારથી શુક્રવાર સુધી સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવો અને અડધો દિવસ દુકાનો બંધ રાખવી. જેનાથી, બજારમાં લોકોની ભીડ ઓછી થાય અને કોરોના વાઇરસના સંક્રમનને અટકાવી શકાય. આ ઉપરાંત, એક એવી પણ અપીલ વેપારી મંડળો દ્વારા કરવામાં આવી હતી કે શનિવાર અને રવિવારે દુકાનો અને વેપાર ધંધો સંપૂર્ણ બંધ રાખવો.
આ પણ વાંચો:ભાવનગરમાં ચેમ્બર એસોસિએશનના સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ