ગુજરાત

gujarat

ETV Bharat / city

100 દિવસથી રાજકારણમાં પ્રવેશવા પરની માઈન્ડ ગેમ, હવે અંતિમ નિર્ણય જાહેર થાય તેવી શક્યતા - Face of the CM of Congress

નરેશ પટેલ ગુરૂવારે ખોડલધામમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(Sardar Patel Cultural Foundation) અને લેઉવા પટેલ(Leuva Patel Samaj) અતિથિ ભવન સોમનાથના(Guest House Somnath ) હોદ્દેદારો સાથે બેઠક યોજશે. આ ત્રણેય સંસ્થાઓની બેઠક બાદ નરેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધશે અને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. જેમાં આ ત્રણેય સંસ્થાઓની બેઠક બાદ નરેશ પટેલ પોતાનો શું નિર્ણય જાહેર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે જાણો આ અહેવાલમાં.

100 દિવસથી રાજકારણમાં પ્રવેશવા પરની માઈન્ડ ગેમ, હવે અંતિમ નિર્ણય જાહેર થાય તેવી શક્યતા
100 દિવસથી રાજકારણમાં પ્રવેશવા પરની માઈન્ડ ગેમ, હવે અંતિમ નિર્ણય જાહેર થાય તેવી શક્યતા

By

Published : Jun 14, 2022, 10:42 PM IST

રાજકોટ:અંદાજીત છેલ્લા 100 દિવસથી વધુ સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. ખોડલધામ(Khodaldham Trust) એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી.

ખોડલધામમાં ખોડલધામ ટ્રસ્ટ

આ પણ વાંચો:ઘરઆંગણે જ ખોડલધામ ટ્રસ્ટને આમંત્રણ ન મળતાં પાટીદારોએ આ રીતે ઠાલવ્યો ગુસ્સો

માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત -રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણયમાર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ છે, પરંતુ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શક્યા નથી અને કઈ પાર્ટીમાં જોડાશે તેના કોઈ ઠેકાણા નથી. નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ પહેલા જ રાજનીતિ રમતા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ

આ પણ વાંચો:ખોડલધામ ખાતે યોજાયેલ બેઠકમાં નરેશ પટેલે લીધો આ મહત્વનો નિર્ણય

નરેશ પટેલની પ્રવેશવું કે ન પ્રવેશવાની માઈન્ડ ગેમ -ખોડલધામના નરેશ પટેલ 100 દિવસથી રાજકારણમાં પ્રવેશવું કે ન પ્રવેશવાની માઈન્ડ ગેમ રમી રહ્યા છે. એક તબક્કે તો નરેશ પટેલ કોંગ્રસમાં જોડાશે એવું નક્કી પણ થઈ ગયું હતું, પરંતુ પ્રશાંત કિશોરનું ગોઠવાયું નહીં અને હવે નરેશ પટેલનું પણ ગોઠવાતું નથી. નરેશ પટેલને આગામી વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) કોંગ્રેસનો CMનો ચહેરો(Face of the CM of Congress) બનવું હોઈ તેવું લાગી રહ્યું છે, પરંતુ આવું ન થાય તો નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય એ નક્કી હોઈ શકે છે. ત્યારે આવી સ્થિતિમાં નરેશ પટેલ તારીખોમાં અટવાઇ ગયા છે. જેથી આવનારી બેઠકમાં રાજકીય બાબતે નિર્ણય(Final decision of Naresh Patel) જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details