ગુજરાત

gujarat

ETV Bharat / city

માલધારીઓના નામે અસામાજિક તત્વો ફાવી ગયા, રાજકોટમાં વહી દૂધની નદીઓ - Rajkot Police

રાજકોટમાં દૂધના વેચાણ બંધને લઈને (milk supply stopped) અનેક તર્કવિતર્ક જોવા મળ્યા હતા. અહીં કેટલાક અસામાજિક તત્વોએ દૂધના ટેન્કરને (Anti social elements in Rajkot) રોકીને દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું. તેના કારણે રસ્તા પર દૂધની નદીઓ (milk spill in rajkot) વહી હતી. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલે થાળે પળ્યો હતો.

માલધારીઓના નામે અસામાજિક તત્વો ફાવી ગયા, રાજકોટમાં વહી દૂધની નદીઓ
માલધારીઓના નામે અસામાજિક તત્વો ફાવી ગયા, રાજકોટમાં વહી દૂધની નદીઓ

By

Published : Sep 22, 2022, 8:27 AM IST

Updated : Sep 22, 2022, 8:59 AM IST

રાજકોટ રાજ્યભરમાં માલધારી સમાજે (Maldhari Community Protest ) 21 સપ્ટેમ્બરે દૂધનું વેચાણ બંધ (milk supply stopped) રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ બાબતે રાજકોટમાં તર્કવિતર્ક જોવા મળ્યા હતા. અહીં દિવસ દરમિયાન દૂધનો વેડફાટ થયો હતો. તો ક્યાંક વિનામૂલ્યે દૂધ વિતરણ (milk spill in rajkot) કરવામાં આવ્યું હતું.

અસામાજિક તત્વઓએ રોક્યું દૂધનું ટેન્કર

અસામાજિક તત્વઓએ રોક્યું દૂધનું ટેન્કર માલધારી સમાજનો વિરોધ રાજકોટમાં ચર્ચાનું (Maldhari Community Protest) કેન્દ્ર બન્યું છે. કારણ કે, પશુ નિયંત્રણના કાયદાના (Gujarat Cattle Control Bill) વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં (milk supply stopped) આવ્યો હતો. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મેટોડા જી.આઇ.ડી.સી. (metoda gidc rajkot) નજીક દૂધનું ટેન્કર અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું. તેના કારણે રસ્તાઓ પર દૂધની રેલમછેલ થઇ ગઈ હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલે થાળે પળ્યો
દૂધના ટેન્કરને રોકી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું

દૂધ વાહનના ચાલકને માર માર્યો શહેરના સોખડા ચોકડી પર તો દૂધ ભરેલા કેનો ખાલી કરવામાં આવ્યા હતા. તેના કારણે રસ્તાઓ પર દૂધ જ દૂધ જોવા મળ્યું હતું. બીજી તરફ રાજકોટ શહેરમાં રાત્રે પણ માલધારીઓનો વિરોધ યથાવત્ (Maldhari Community Protest) રહ્યો હતો. શહેરના મોરબી રોડ પર માથાકૂટ થતા પોલીસ દોડી (Rajkot Police) ગઈ છે. તે દરમિયાન મોરબી રોડ પર કેટલાક અસામાજિક તત્વોએ દૂધની ગાડીને રોકી ચાલકને માર માર્યો હતો. ત્યારબાદ દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું.

Last Updated : Sep 22, 2022, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details