- રાજકોટ મનપાના 800થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટર સાથે બેઠક
- કોરોનાની વર્તમાન સ્થિતિ સામે લડત આપવા પ્રયાસ
- ઘરે ઘરે જઈને લોકોને કોરોના અંગે જાગૃતતા કેળવવા પ્રયત્ન
રાજકોટ મનપાના UHC પ્રભારીઓ દ્વારા શહેરના 800થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટર સાથે બેઠક - આરએમસી
હાલ કોરોનાની વર્તમાન સ્થિતિ સામે લડત આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સોસાયટીમાં 800થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવામાં આવી છે. સરકારી તંત્ર સાથે કદમથી કદમ મિલાવી કોવીડ કો-ઓર્ડીનેટર એક સેતુ તરીકે કોરોના કામગીરી નિભાવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત શહેરમાં વિવિધ કામગીરી થઇ રહી જ છે તેમની સાથે કોવિડ કો-ઓર્ડીનેટરો પણ પોતાના વિસ્તારની કાળજી લઇ લોકોને કોરોના અંગે માર્ગદર્શન અને લોકોમાં કોરોના અંગે જાગૃતતા આવે તે માટે કામગીરી કરી રહ્યા છે,

રાજકોટ મનપાના UHC પ્રભારીઓ દ્વારા શહેરના 800થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટર સાથે બેઠક
રાજકોટઃ રાજકોટમાં પોતાના વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોરોના અંગેના કોઈપણ લક્ષણ જણાયે તુર્ત જ કોરોના ચેકઅપનું આયોજન કરવામાં આવે છે. તેમજ મહાનગરપાલિકા સંચાલિત ધનવંતરી રથ, 104 સેવા રથ, સંજીવની રથ, ટેસ્ટીંગ વ્હીકલ વિગેરે સાથે રહીને ઘરે ઘરે જઈને લોકોને કોરોના અંગે જાગૃતતા કેળવવાની પણ કોવિડ કો-ઓર્ડીનેટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
- કોવિડ કો-ઓર્ડીનેટરો સાથે UHC પ્રભારી દ્વારા મીટિંગ
મહાનગરપાલિકા દ્વારા આજે UHCના તમામ કોવીડ કો-ઓર્ડીનેટરો સાથે UHC પ્રભારી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવીડ કો-ઓર્ડીનેટર દ્વારા પોતાના વિસ્તારના શહેરીજનોને નિયમિત જાગૃત કરવામાં આવે છે. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહી, અગત્યનું કામ હોય અને બહર નીકળવાનું થાય તો મ્હો અને નાક બરવાર ઢંકાઈ તે રીતે માસ્ક અથવા કપડું બાંધવું, વારંવાર સાબુથી હાથ સાફ કરવા અથવા વારંવાર સેનીટાઈઝ કરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. કોરોના સામે સાવચેતી એજ ઈલાજ છે. પોતાની કાળજી રાખવાથી પોતાના પરિવારની રક્ષા પણ કરી શકાશે.
- કોરોનામુક્ત બનાવવા કોવિડ કો-ઓર્ડીનેટરોનો બહોળો સહયોગ
રાજકોટને કોરોના મુક્ત બનાવવા માટે મનપા સાથે કોવિડ કો-ઓર્ડીનેટરોનો પણ બહોળો સહયોગ મળી રહ્યો છે. વિવિધ વિસ્તારો, બિલ્ડીંગ, સોસાયટીઓ, શેરીઓ વિગેરેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૮૦૦ થી વધુ કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક કરી જે-તે વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કો-ઓર્ડીનેટર દ્વારા ડોકટરોના સહયોગથી પોતાના વિસ્તારના લોકો માટે કોરોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. સાથોસાથ ધનવંતરી રથ સાથે ઘેર ઘેર જઈને લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા અને આયુર્વેદિક દવા લેવા અપીલ તેમજ પલ્સ, ઓક્સીજન લેવલ, ટેમ્પરેચર ચકાસણી જેવી કામગીરીમાં પણ સહયોગ આપે છે.
- લોકોની કાળજી રાખવા માટે SPo2 પણ વસાવામાં આવ્યું
કોવિડ કો-ઓર્ડીનેટરો દ્વારા પોતાના વિસ્તારમાં અને સોસાયટીમાં લોકોની નિયમિત કાળજી રાખવા માટે SPo2 પણ વસાવેલ છે જેનાથી શરીરના ઓક્સિજનની નિયમિત તપાસ કરી વહેલી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.