રાજકોટઃ રાજકોટના PGVCLના MD (MD of PGVCL Rajkot)ના નામે વીજકર્મીને ફોન કરી ધમકી આપી બેફામ ગાળો આપવાનો ઓડિયો વાયરલ (Viral Audio Of Rajkot PGVCL MD) થવાનો મામલો સામે આવ્યો હતો. રાજકોટ PGVCLના MD એવા વરૂણકુમાર બરણવાલે આજે આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાયરલ થયેલા ઓડિયોમાં મારો અવાજ નથી. આ પ્રકારે મને ઓન વીજ કર્મચારી એવા મનીષ પંડ્યાનો ફોન આવ્યો હતો. તેણે મને બદલી કરાવી આપવાની ધમકી આપી હતી. જો કે PGVCLના MDને ખુદ કર્મચારી દ્વારા ફોન કરીને ધમકી આપ્યાનો (PGVCL MD Threatened by Employee) બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આક્ષેપો તથ્ય વગરના નીકળ્યા
સમગ્ર મામલે રાજકોટ PGVCLઓફિસ ખાતે આજે MD વરૂણકુમારે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, PGVCLના કર્મચારીઓનો અંદરોઅંદરનો મામલો છે. અન્ય કર્મચારીઓનું પ્રમોશન થાય ત્યારે બીજા કર્મચારીઓ તેમના વિરુદ્ધ અરજીઓ કરતા હોય છે. આવી રીતે અમરેલીના કાર્યપાલ ઈજનેર (Executive Engineer of Amreli) સામે તેમની જ ઓફિસના સિનિયર આસિસ્ટન્ટ મનીષ પંડ્યા નામના કર્મચારીને વાંધો હતો અને તેને કારણે મનીષ પંડ્યાએ આ મામલે PGVCL ઓફિસમાં અરજી કરી તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા. આ પ્રકારની અરજી અમારી પાસે આવતા અમે આ મામલે તપાસ કરાવી હતી, પરંતુ અરજીમાં જે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તથ્ય વિનાના હતા. આ અમે કર્મચારી પર કોઈ પગલાં લીધા નહોતા.
MDને ફોન કરીને બદલી કરાવાની ધમકી આપી