- લોકડાઉનમાં નોકરી ગુમાવનાર યુવાને ખેતી કરવાનું શરૂ કર્યું
- પરિવારમાં 5 બહેન, માતા અને પત્ની સહિત 9 સભ્ય
- પરિવાર પાસે રહેલી 9 વિઘા જમીન પર ખેતી શરૂ કરી
રાજકોટઃકોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકો બેકાર બન્યા છે. ત્યારે, દેશમાં કોરોના મહામારીનું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. કોરોનાના કારણે જ્યારે લોકડાઉન થયું ત્યારે હજારો લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી. જેમાં, રાજકોટના શિવભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના યુવાનના પરિવારમાં માતા તેમજ 5 બહેનો અને પત્ની સાથે 3 મહિનાના બાળકનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાની મહામારી આવતા જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જે લાબું ચાલ્યું અને અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. જેમાં આ MBA કરેલા યુવાને પોતાની નોકરી ગુમાવી હતી. નોકરી ગુમાવ્યા બાદ શિવભદ્રસિંહે અનેક જગ્યાએ નોકરીની શોધ કરી પરંતુ, કોરોના મહામારીના કારણે નોકરી ન મળી. અંતે, યુવાને નોકરી શોધવાનો પ્રયાસ બંધ કરી પોતાના પરિવાર પાસેથી વારસાઇમાં મળેલી 9 વીઘા જમીન પર ખેતી કરવાનું શરૂ કર્યું અને આત્મનિર્ભર બન્યો હતો.
રાજકોટમાં MBA કરેલા યુવાને લોકડાઉનમાં નોકરી ગુમાવી આ પણ વાંચો:કોરોના કાળમાં ભારતમાં લોકડાઉન બાદના એક વર્ષ પર નજર
પરિવારમાં 5 બહેન, માતા અને પત્ની સહિત 9 સભ્ય
MBA થયેલા શિવભદ્રસિંહના પરિવારમાં પણ 9 સભ્યો છે. જ્યારે, આ પરિવારમાં તેઓ એક જ માત્ર કમાવા હતા. તેમના પરિવારમાં 5 બહેનો સાથે માતા અને પત્ની તેમજ તેમનો 3 મહિનાનો પુત્ર છે. લોકડાઉન અગાઉ તેઓ નોકરી કરતા ત્યારે ઘરની તમામ પ્રકાર આર્થિક જવાબદારી શિવભદ્રસિંહ પર હતી. પરંતુ, અચાનક નોકરી જવાના કારણે તેઓ બેરોજગાર બન્યા હતા.
યુવાનનો મહિને રૂ. 55 હજારનો હતો પગારદાર
શિવભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા નામનો યુવાને MBA પૂર્ણ કરીને રાજકોટમાં જ પોતાના કેરિયરની પ્રાઇવેટ સેક્ટરથી શરુઆત કરી હતી. તેમજ, તે ધીમેધીમે આ કામમાં આગળ વધતો ગયો હતો અને મહિને 55 હજારની આવક મેળવતો થયો હતો. પરંતુ, દેશમાં કોરોનાની મહામારી આવી અને લોકડાઉન થતા મોટાભાગના ધંધાઓ પડી ભાંગ્યા હતા. જેમાં યુવાનની કંપની પણ ખોટમાં ગઈ અને છેલ્લે તેને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. શિવભદ્ર સિંહના પિતા વર્ષ 2012માં જ અવસાન પામ્યા બાદ ઘર ચલાવવાની જવાબદારી સંપૂર્ણ તેમનાં ખભે આવી ચૂકી હતી. જ્યારે, નોકરી જતી રહેતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું.
આ પણ વાંચો:કોરોના લોકડાઉન બાદ શાકભજીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો
પરિવાર પાસે રહેલી 9 વિઘા જમીન પર ખેતી શરૂ કરી
શિવભદ્રસિંહ પ્રાઇવેટ સેક્ટરમાં ખૂબ સારો પગાર મૂકીને ખેતી તરફ વળીને ખેતી કરવાની શરૂઆત કરી હતી. જ્યારે, તે નોકરી કરતો હતો ત્યારે, આ યુવાનની નીચે ગુજરાતભરમાં 75થી વધુ લોકોનો સ્ટાફ હતો. પરંતુ, આ તમામ લોકોની નોકરી ધીમે ધીમે લોકડાઉન બાદ જવા લાગી હતી. જે દરમિયાન, અંતે શિવભદ્ર સિંહની પણ નોકરી જતી રહી હતી અને તેમની કંપની પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ, આ સાક્ષર યુવાને રાજકોટના લોધીકા તાલુકામાં આવેલ ચાંદલી ગામે પોતાના પરિવારની 9 વિધા જમીન પર ખેતી કરવાની શરૂઆત કરી હતી અને તેમાં પણ ખેતીમાં પણ નવી નવી પદ્ધતિઓ તેઓ અપનાવતાં ગયા હતા. જ્યારે, તેઓ MBA કરેલા હોવાના કારણે તેમને ટેકનોલોજી સાથે ખેતી કરવાનું શરૂ કર્યું હતું.
ટેકનોલોજી દ્વારા ખેતી કરીને બમણી કમાણી કરી
શિવભદ્રસિંહે પોતાના પગાર કરતાં પણ બમણી આવક ખેતીમાંથી ઊભી કરી રહ્યા છે. ત્યારે તેમને ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હવે ભવિષ્યમાં કોઈ નોકરી કરવાનો વિચાર નથી. પોતે ખેતી સાથે આત્મનિર્ભર બન્યા અને માલિક પણ બન્યા છે.