ગુજરાત

gujarat

રાજકોટના મેયરનો નવતર પ્રયોગ, લોકોના કચેરીઓના ધક્કા ઘટાડવા ડેશ-બોર્ડની રચના કરાશે

રાજકોટના નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા મ.ન.પા. કચેરીમાં મેયર ડેશ-બોર્ડની રચના કરવામાં આવશે. જેના થકી લોકોને પોતાના અગત્યના કામો માટે કચેરીઓના ખાવા પડતા ધક્કા ઓછા થઈ જશે. ગુજરાતમાં આ પ્રકારનું ડેશ-બોર્ડ શરૂ કરવામાં રાજકોટ મ.ન.પા. પ્રથમ શહેર હશે.

By

Published : Mar 28, 2021, 1:25 PM IST

Published : Mar 28, 2021, 1:25 PM IST

રાજકોટના મેયરનો નવતર પ્રયોગ, લોકોના કચેરીઓના ધક્કા ઘટાડવા ડેશ-બોર્ડની રચના કરાશે
રાજકોટના મેયરનો નવતર પ્રયોગ, લોકોના કચેરીઓના ધક્કા ઘટાડવા ડેશ-બોર્ડની રચના કરાશે

  • લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મ.ન.પા. કચેરીમાં મેયર ડેશ-બોર્ડની રચના
  • ડેશ-બોર્ડ અંતર્ગત બનાવેલી જે તે કમિટીના સભ્યો સમસ્યાઓનો ઉકેલ લાવશે
  • પાલિકાની તમામ ઓનલાઈન કામગીરી ડેશ-બોર્ડમાં સમાવી લેવામાં આવશે

રાજકોટ: મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં સૌપ્રથમ પ્રયોગ કર્યો છે. જેમા લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મ.ન.પા. કચેરીમાં મેયર ડેશ-બોર્ડની રચના આગામી દિવસોમાં કરવામાં આવશે. રાજકોટ મ.ન.પા.ની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ-બોર્ડ અંતર્ગત બનાવવામાં આવનારી જે તે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

રાજકોટના મેયરનો નવતર પ્રયોગ, લોકોના કચેરીઓના ધક્કા ઘટાડવા ડેશ-બોર્ડની રચના કરાશે

આ પણ વાંચો:રાજકોટ મનપાના ઇતિહાસનો સૌથી મોંઘો સોદો, 1.18 અબજમાં પ્લોટની હરાજી થઈ

કચેરીના ધક્કાઓથી મળશે છૂટકારો

રાજકોટવાસીઓને મ.ન.પા. કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ તેમની ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેશ-બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેશ-બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેશ-બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.

આ પણ વાંચો:RMC કમિશનરે બાઇક રાઇડ દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતેની સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી નિહાળી

ગામોમાં પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે

મેયર ડેશ-બોર્ડમાં રાજકોટમાં નવા ભળેલા ગામોમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરા વસૂલાત, સર્ટિફિકેટ માટેની ઓનલાઈન સેવાઓનો પણ મેયર ડેશ-બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details