ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ પ્રોનિંગ થેરાપી - પ્રોન થેરાપી

કોરોના વાઇરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે. સંક્રમિતોમાં ઓકસિજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાઇરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેવા જ પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયેલી પ્રોનિંગ થેરાપીથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ રાહત મળવી રહ્યા છે. તો સાથે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમુહમાં એક સાથે પ્રોન થેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે.

પ્રોનિંગ થેરાપી
પ્રોનિંગ થેરાપી

By

Published : Sep 23, 2020, 9:20 AM IST

રાજકોટ: કોરોના વાઇરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે. સંક્રમિતોમાં ઓકસિજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાઇરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેવા જ પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયેલી પ્રોનિંગ થેરાપીથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ રાહત મળવી રહ્યા છે. તો સાથે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમુહમાં એક સાથે પ્રોન થેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે.

પ્રોનિંગ થેરાપી

પીડીયુ હોસ્પિટલમાં મેડીસીન વિભાગમાં બે દાયકાથી સેવા આપી રહેલા એસોસિએટ પ્રોફેસર આરતી ત્રિવેદી પ્રોન થેરાપી અંગે માહિતી આપતા કહે છે કે, કોવિડ-19ના દર્દીઓની અડધો કલાક એક પડખે....અડધો કલાક બીજા પડખે.... અને ઉંધા સુવડાવવાની, આ નાની એવી એક્સરસાઈઝ અને માત્ર પોઝિસન ચેન્જ કરવાથી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓના ઓક્સિજન લેવાના સ્તરમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં દર્દીઓનો ઘસારો વધાવાથી હવે, માસ પ્રોનિંગ એટલે કે દર્દીઓને એક સાથે સૂચના આપીને સારવાર આપવામાં આવી રહી છે. આ એક નવો પ્રયોગ છે જેના સારા પરિણામ પ્રાપ્ત થઇ રહ્યા છે.

એનેસ્થેસિયા બાબતના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા પ્રોન થેરાપી વિશે વાત કરતા કહે છે કે, જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, બેભાન હોય અને કૃત્રીમ શ્વાચ્છોશ્વાસ માટે નળી નાખેલી હોય અને શ્વાસ લેવાના કૃત્રિમ મશીન એટલે કે, વેન્ટીલેટર ઉપર હોય, તેવા પણ દર્દીઓને મેથોડિકલ પ્રોસેસ મુજબ ખૂબ કાળજી સાથે પ્રોન થેરાપી આપવામાં આવે છે. આ માટે પાંચ તજજ્ઞની ટીમ કાર્યરત હોય છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા ડો. હર્ષેશ શાહ કહે છે કે, જે દર્દીઓને વધારે ઓક્સિજન આપવાની જરૂરિયાત હતી તેવા દર્દીઓને પ્રોન થેરાપીથી સારવાર આપવાથી આશરે છેલ્લાં પાંચ દિવસમાં 100 જેટલા દર્દીઓને રજા આપી શક્યા છીએ. આમ, માસ પ્રોનિંગ થેરાપી આપવાથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઈ રહ્યો છે. દર્દીઓ સીધા સુવાની જગ્યાએ બેઠા રહે, પડખાભેર સુવે, ઉંધા સુવે તો દર્દીઓના જે ફેંફસા જ ઝકડાય ગયા છે તે ઝડપથી ખૂલી જાય છે. આમ, જે દર્દીઓને ઘણા દિવસો સુધી ઓક્સીજન આપવામાં આવે છે તેમાં નોંધપાત્ર થયેલો ઘટાડો જોઇ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થવાનો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details