ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરાયા

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. બીજી તરફ કોરોના વાયરસે ભારતમાં દેખા દેતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી છે. ત્યારે આજથી શરુ થયેલી બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરાયા હતા.

etv bharat
etv bharat

By

Published : Mar 5, 2020, 10:44 PM IST

રાજકોટ: ગોંડલમાં આવેલી ગંગોત્રી સ્કૂલમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતાં. સાથે જ દરેક વિદ્યાર્થીઓને સ્કૂલના સંચાલક સંદીપ છોટાળા, ગંગોત્રી સ્કૂલના પ્રિન્સિપાલ કિરણબેન છોટાળા, સન્યાસી સુભાષત્માનંદજી સરસ્વતીજી, વડવાળી જગ્યાના મહંત શ્રી સીતારામ બાપુ અને ગંગોત્રી સ્કૂલના સ્ટાફ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરાયા

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે હાલ આપણા દેશમાં પણ કોરોના વાયરસના કેટલાંક પોઝિટિવ કેસ નોંધાય છે ત્યારે હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોય અને સમૂહમાં વિદ્યાર્થીઓ ભેગા થતા હોય ત્યારે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેવા શુભ હેતુથી બધા પરીક્ષાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને કોરોના વાયરસ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details