ગુજરાત

gujarat

ટેકાના ભાવે મગફળીની નોંધણી પ્રક્રિયા બંધ, ખેડૂતો હેરાન પરેશાન

By

Published : Oct 4, 2022, 3:24 PM IST

રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard in Dhoraji) VCE મંડળની હડતાલને કારણે ખેડૂતોના ટેકાના ભાવની ખરીદીનું રજીસ્ટ્રેશન બંધ છે. જેથી ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. શું છે સમગ્ર મામલો જૂઓ. (Dhoraji farmers support price Registration)

ટેકાના ભાવે મગફળીની નોંધણી પ્રક્રિયા બંધ, ખેડૂતો હેરાન પરેશાન
ટેકાના ભાવે મગફળીની નોંધણી પ્રક્રિયા બંધ, ખેડૂતો હેરાન પરેશાન

રાજકોટરાજ્ય સરકાર દ્નારા ટેકાના ભાવની મગફળીની ખરીદી કરવા અંગેની (Marketing Yard in Dhoraji) જાહેરાત કરવામા આવી છે. જેના લઈને ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોને જણાવવામાં આવ્યું છે, ત્યારે હાલ ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે, પાક માટેની ઓનલાઈન નોંધણી કરાવવા હાલ કોની પાસે જવું તેની ચિંતા સતાવી સામે આવી રહી છે. (Dhoraji farmers support price Registration)

ટેકાના ભાવે મગફળીની નોંધણી પ્રક્રિયા બંધ, ખેડૂતો હેરાન પરેશાન

લલિત વસોયાનું નિવેદન સમગ્ર ગુજરાતના તમામ VCE મંડળની હડતાલ (Dhoraji VCE Board strike) ચાલી રહી છે. જેમાં ખેડૂતો અહીંથી ત્યાં ભટકી રહ્યા છે. કારણ કે, કોઈપણ જગ્યાએ ટેકાના ભાવે મગફળીની નોંધણી ચાલુ નથી. જ્યારે ઉપલેટા તેમજ ધોરાજી વિસ્તાર ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક આ VCE મંડળની હડતાલ સમાપ્ત કરાવી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવો જોઈએ તેવું નિવેદન લલિત વસોયાએ જણાવ્યું હતું. (Groundnut Registration in Dhoraji)

ખેડૂતો હેરાન પરેશાન

ખેડૂતોને ભારે હાલાકી ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ બાબતે ધોરાજીના ખેડૂત દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદીનું હડતાલને કારણે રજીસ્ટ્રેશન બંધ હોવાથી બધા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે ખેડૂતો પાસે મગફળી વેચાઈ તો તેમના રૂપિયા છૂટા થાય એટલે તાત્કાલિક ટેકાના ભાવે મગફળીનૂં રજીસ્ટ્રેશન થાય અને વહેલી તકે મગફળી લેવાય. (tekana bhav year 2022 23)

તાલુકા વિકાસ અધિકારીએ શું કહ્યુંઆ અંગે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ VCE મંડળની હડતાલને કારણે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રીના એકાઉન્ટમાંથી મગફળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રામ પંચાયત ખાતે કોઈ ખેડૂતો મગફળીનું ટેકા ભાવના રજીસ્ટ્રેશન કરવા માટે આવેલ નથી. છતાં ગ્રામ પંચાયતેથી પ્રચાર-પ્રસાર કરીને ખેડૂતો જાણ કરવામાં આવશે. જેથી ખેડૂતો કોઈ તકલીફ ન પડે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. (msp online registration)

ABOUT THE AUTHOR

...view details