- કોરોના રસીને લઈને રાજકોટવાસીઓના મનમાં અનેક સવાલ
- યુવા વર્ગનું માનવું છે કે દેશના દરેક લોકોએ રસી લેવી જોઈએ
- લોકો કોરોનાની આડ અસરથી ડરી રહ્યા છે
રાજકોટઃ કોરોના નામની મહામારી સામે લડવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સીન છે. દેશમાં મોટા કોરોનાની વેક્સિનેશન માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 1મેથી ભારતમાં હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. જેનું રજિસ્ટ્રેશન બુધવારથી શરૂ થવાનું છે. ETV Bharat દ્વારા કોરોના વેક્સીન અંગે રાજકોટવાસીઓનું શુ માનવું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેક્સીન અંગે પોતાના અભિપ્રાય ETV Bharatને જણાવ્યા હતા.
કોરોના વેક્સીનને લઈને રાજકોટવાસીઓમાં મનમાં અનેક સવાલો યુવાવર્ગનું માનવું છે કે કોરોના વેક્સીન લેવી જોઈએરાજકોટના યુવાવર્ગ માની રહ્યો છે કે કોરોનાની વેક્સીન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધશે તો કોરોના થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેમજ જો વેક્સીન લીધા બાદ કોરોના થાય તો તે શહરીમાં વધુ અસર કરતો નથી માટે યુવાવર્ગનું માનવું છે કે કોરોના વેક્સીન તમામ લોકોએ અચૂક લેવી જોઈએ. જેને લઈને દેશ આ કોરોના મહામારી માંથી બહાર આવી શકે. તેમજ કોરોના વેક્સીન પણ અસરકારક સાબિત થઈ છે.
આ પણ વાંચો : કોરોના રસીકરણઃ 18 વર્ષથી ઉપરના જૂનાગઢના યુવાનોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
વેક્સીનને લઈને લોકોના મનમાં અનેક સવાલો
રાજકોટવાસીઓએ કોરોના વેક્સીન અંગે પોતાના અભિપ્રાય જણાવ્યા હતા. તે દરમિયાન એવું પણ જોવા મળ્યું છે કે કોરોના વેક્સીનને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે જો કોરોના વેક્સીન લીધા બાદ અમને અથવા અમારા પરિવારના લોકોને અન્ય કોઈ આડ અસર થશે તો તેની જવાબદારી કોણ લેશે ? જ્યારે કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે કોરોના વેક્સીન લીધા બાદ તેની આડઅસર પણ સામે આવી છે જેના કારણે વેક્સીન લેવાય નહિ.
વેક્સીન માટેની સાઇટ પર પ્રોબ્લેમ ઉભો થયો
સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી વેક્સીન માટેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ બુધવાર સવારથી જ મોટી સંખ્યામાં કોરોના વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરી રહ્યા હોય, જેને લઈને આ વેબસાઈટ હેંગ થઈ રહ્યાનું રાજકોટવાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે અન્ય કોઈ વિકલ્પ રાખવો જોઈએ અથવા વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી માંગ પણ લોકોમાં ઉઠી છે.