પોરબંદર:લમ્પી વાઇરસને કારણે ગાયો સહિત મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પામી (many dead body of cow) રહ્યા છે, ખાસ કરીને ગાયોમાં આ વાયરસ જોવા મળે છે. આ દરમિયાન પોરબંદર છાંયા નગરપાલિકા સહિત પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી (cow affected lumpy virus) છે. પોરબંદરના જાવરમાં ગેસની ટાંકી પાછળ ખુલ્લામાં મોટી (lumpy virus) સંખ્યામાં ગાયો અને બળદના મૃતદેહ પડેલા જોવા મળ્યા છે.
ગૌ માતા મર્યા પછી પણ બની લાચાર, રસ્તા પર જોવા મળ્યો સ્મશાન ઘાટ આ પણ વાંચો:"ઘર ચલાને કે લિયે સાયન્સ કિ નહિ, હોમ સાયન્સ કી જરૂરત હોતી હૈ" કહેવતને સાબિત કરતા યુવરાજકુમારી
ભયંકર રોગચાળાનો ભય: આ સ્થિતિને જોતા જિલ્લામાં પશુ-પક્ષીઓમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ (lumpy virus Death) શકે છે. યુથ કોંગ્રેસ પ્રમુખે એવો પણ આક્ષેપ કર્યો હતો કે 1962માં ફોન કર્યા પછી પણ વાહનો લેવા કે, પ્રાણીઓની સારવાર કરવા આવતા નથી. પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો. આવી દયનીય સ્થિતિ માટે યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
લમ્પી વાયરસના 400 જેટલા કેસ: પોરબંદર જિલ્લામાં હાલ 65 હજાર જેટલા પશુઓ છે. જેમાંથી સરકારી આંકડા મુજબ લમ્પી વાયરસના 400 જેટલા કેસ નોંધાયા છે અને 27 પશુઓના મોત થયા છે, જ્યારે અન્ય રોગો સહિત કુલ 50 પશુઓના મોત થયા છે. જોકે, આ દ્રશ્યો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે, લમ્પી વાયરસના કારણે આટલા બધા લોકોના મોત નીપજ્યા છે. કારણ કે, આ દ્રશ્યોમાં બંને તરફ દોઢ કિલોમીટર સુધી ગાય સહિતના પશુઓના મૃતદેહના ઢગલા ખુલ્લામાં પડેલા છે. આ જોઈને લાગે છે કે, મૃત્યુઆંક વધારે છે.
આ પણ વાંચો:ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ
તંત્રની કામગીરી પર સવાલો: તંત્રની ગંભીર બેદરકારી એ છે કે, આ પશુઓના મૃતદેહને દફનાવ્યા વગર ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે, કારણ કે આ મૃતદેહ અન્ય પક્ષીઓ અને પ્રાણીઓ ખાઈ જતા હોય છે અને તેમાં પણ રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે. પોરબંદર શહેરથી થોડે દૂર આવેલા આ સ્થળે મોટી સંખ્યામાં મૃતદેહો પડેલા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ મૃતદેહો આમ કેમ સડી રહ્યા છે? જેમના દ્વારા અહીં મૃતદેહો ફેંકવામાં આવી રહ્યા છે અને તેમને કેમ જમીનમાં દાટી દેવાતા નથી?