ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટને પ્રાપ્ત થયેલી ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરતા મનપા કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ AC ઇલેકટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલથી PMI ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુસન પ્રા.લી. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલું છે.

રાજકોટને પ્રાપ્ત થયેલી ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરતા મનપા કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટને પ્રાપ્ત થયેલી ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરતા મનપા કમિશનર ઉદિત અગ્રવાલ

By

Published : May 12, 2021, 2:33 PM IST

  • રાજકોટને પ્રાપ્ત થયેલી ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરતા ઉદિત અગ્રવાલ
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસો
  • ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રીક બસનું શહેરમાં આગમન

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ AC ઇલેકટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલથી PMI ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુસન પ્રા.લી. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલું છે. જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રીક બસનું શહેરમાં આગમન થયેલું છે.

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન કરાયું

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી કરી

આજે બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આ ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી કરી હતી. બસના વિવિધ ફીચર્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી તેમજ બસની ટ્રાયલ રન તેમજ અન્ય પ્રક્રિયા માટે આગળ ઘપવા સુચના આપી હતી. ઇલેક્ટ્રિક બસની આ વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, RRLના જનરલ મેનેજર જયેશ કુકડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદના માર્ગો પર 50 ઇલેક્ટ્રિલ બસ દોડશે: મુખ્યપ્રધાન

ABOUT THE AUTHOR

...view details