ગુજરાત

gujarat

ETV Bharat / city

રખડતા ઢોરને ભગાવવું વૃદ્ધને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ - Rajkot municipal corporation

રાજકોટમાં રખડતા આખલાને ભગાડતા વૃદ્ધે આખરે જીવ ગુમાવવો પડ્યો હતો. કારણ કે વૃદ્ધે આખલા પર લાકડી વડે હુમલો કર્યો હતો. સામે આખલાએ વૃદ્ધને ફંગોળી દીધા હતા. તેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. stray cattle problem, man death by stray cattle in rajkot, rajkot video viral.

રખડતા ઢોરને ભગાવવું વૃદ્ધને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ
રખડતા ઢોરને ભગાવવું વૃદ્ધને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ

By

Published : Sep 9, 2022, 8:24 AM IST

રાજકોટરાજ્યમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ (stray cattle problem) ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. તેના કારણે નાગરિકોને જીવ પણ ગૂમાવવાનો વારો આવી રહ્યો છે. આવી જ એક ઘટના બની છે રાજકોટમાં

આખલો ઉશ્કેરાયો હતો ગોંડલમાં રખડતા આખલાને વૃદ્ધે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. જોકે, આ સમગ્ર બનાવ CCTVમાં કેદ (rajkot video viral) થયો હતો. ત્યારે આ ઘટનાને પગલે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર (rajkot private hospital) માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન મોત (man death by stray cattle in rajkot) નીપજ્યું હતું. ત્યારે આ ઉપરાંત પરિવારજનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, એ દિવસે આખલાએ (stray cattle problem) અન્ય 4 લોકોને અડફેટે લીધા હતા.

આખલો ઉશ્કેરાયો હતો

મૃતક સંબંધીના ઘરે ગયા હતાઆ અંગેની મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નંબર 1માં રહેતા આશિષ આરદેસણાના દાદા ગોપાલ આરદેસણાનું સારવાર દરમિયાન મોત (man death by stray cattle in rajkot) થયું હતું. આ અંગે તેમના પૌત્ર આશિષ આરદેસણાએ જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બરે ગોંડલમાં તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા, જ્યાં મોટી બજારમાં દેવસીબાપાની શેરીમાં અચાનક આખલો આવી જતાં ગોપાલભાઈએ આખલાને (stray cattle problem) હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન તેમણે લાકડી વડે આખલાને ફટકારતા આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી ગોપાલભાઈને ફંગાોળી દીધા હતા.

મૃતક સંબંધીના ઘરે ગયા હતા

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત આ બનાવ બાદ તરત ગોપાલભાઈને ગોંડલથી રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં (rajkot private hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત (man death by stray cattle in rajkot) નીપજ્યું હતું. ગોંડલમાં આજ વિસ્તારમાં એક જ દિવસમાં 4 લોકોને ખૂંટિયાએ અડફેટે લીધા હતા. રખડતાં ઢોર અને શ્વાનનો આતંક અવારનવાર સામે આવે (stray cattle problem) છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી (Rajkot municipal corporation) હોવાનું તેમણે જણાવ્યું હતું જો કે હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઘણા સમયથી છે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે જેમાં શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો જમાવડો જોવા મળે છે. આ રખડતાં ઢોરોથી સ્થાનિકો સહિત વાહનચાલકો, ઈમર્જન્સી વાહનો, અંતિમ યાત્રા સહિતનાં વાહનોને પારાવાર મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજથી 2 વર્ષ પહેલાં પણ ગોંડલના ઉદ્યોગપતિને આખલાએ (stray cattle problem) અડફેટે લેતાં મોત (man death by stray cattle in rajkot) નીપજ્યું હતું. તેમ છતાં નગરપાલિકા જાણે હજૂ સુધી નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ રખડતાં ઢોરોને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી.

ABOUT THE AUTHOR

...view details