ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાંથી 8 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની કરાઇ ધરપકડ - Drugs

રાજકોટમાં પણ નશાકારક પદાર્થો(Narcotics) એવા ડ્રગ્સ-ગાંજો(Drugs-marijuana) સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઈકાલે રાજકોટ સ્પેશિયલ ગ્રુપ દ્વારા ગોંડલ રોડ ઉપર આવેલા કોઠારીયા સોલવન ખાતે આવેલ સીતારામ સોસાયટી નજીકથી 8 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ(One caught with marijuana) કરવામાં આવી છે.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ શખ્સ ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો અને શહેરમાં તે કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટમાંથી 8 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
રાજકોટમાંથી 8 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

By

Published : Nov 24, 2021, 8:14 PM IST

  • રાજકોટ સ્પેશિયલ ગ્રુપ દ્વારા 8 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
  • નાઈટ પૅટ્રોલિંગ દરમિયાન ઝડપાયો શખ્સ
  • શખ્સ અગાઉ પણ શાપર વેરાવળ ખાતેથી 1.38 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયો હતો

રાજકોટઃ રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક(Narcotics) પદાર્થોનો કારોબાર જાણે બે રોક ટોક ચાલી રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજો(Drugs-marijuana) સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે રાજકોટ સ્પેશિયલ ગ્રુપ(Rajkot Special Group) દ્વારા ગોંડલ રોડ ઉપર આવેલા કોઠારીયા સોલવન ખાતે આવેલ સીતારામ સોસાયટી નજીકથી 8 કિલો ગાંજાના જથ્થા(8 kg of cannabis seized from Rajkot) સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ શખ્સ શહેરમાં ગાંજો ક્યાંથી લઈને આવ્યો તે દિશામાં હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં આ અગાઉ પણ ડ્રગ્સ અને નશાકારક ગાંજો સહિતની વસ્તુઓ ઝડપી પાડવામાં આવી છે. ત્યારે ફરી એક વખત 8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

8 કિલોગ્રામ ગાંજો

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન શહેરના કોઠારિયા સોલ્વન્ટ નજીક આવેલી સીતારામ સોસાયટી ખાતેથી એક શખ્સ બોલેરો ગાડી લઈને નીકળ્યો હતો, જેની એસઓજી દ્વારા તપાસ કરવામાં આવતાં બોલેરો ગાડીમાંથી 8 કિલો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ગાંજા સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ શખ્સ ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો અને શહેરમાં તે કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

નાઈટ પૅટ્રોલિંગ દરમિયાન ઝડપાયો શખ્સ

સ્પેશિયલ ગ્રુપ ઓપરેશન ગ્રુપના માણસો નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વિસ્તારમાંથી GJ 13 AW 2864 નંબરની બોલેરો ગાડીને રોકીને તેની તપાસ કરી હતી, ત્યારે તપાસ દરમિયાન 8 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. SOGએ ભાવેશ ઉર્ફ ચકો હીરાભાઈ સુરેલા નામના શખ્સની ધરપકડ કરી છે. હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શખ્સ અગાઉ પણ શાપર વેરાવળ ખાતેથી 1.38 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયો હતો. આ શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો હતો, અને કેટલા સમયથી રાજકોટમાં ગાંજો સપ્લાય કરે છે તે તમામ માહિતી તેની પાસેથી મેળવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details