રાજકોટઃ અનલોક-1માં ગુજરાતમાં વાઈન શોપ ખોલવાની મંજૂરી મળી છે. જેને લઈને આજ સવારથી જ રાજકોટના અલગ અલગ વાઈન શોપમાં હેલ્થ પરમિટધારકોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે વાઈન શોપના સંચાલકો દ્વારા પણ શોપ શરૂ કરતાં પહેલાં જ સાવચેતી અંગેની મોટાભાગની તૈયારીઓ કરવામાં આવી હતી.
રાજકોટમાં વાઈન શોપ ખુલતા પરમીટ ધારકોની લાગી લાંબી કતાર - latest news of rajkot
અનલોક-1માં ગુજરાતમાં વાઈન શોપ ખોલવાની મંજૂરી મળી છે. જેને લઈને સવારથી જ રાજકોટના અલગ અલગ વાઈન શોપમાં હેલ્થ પરમિટધારકોની લાંબી કતાર જોવા મળી હતી.

Rajkot
રાજકોટમાં વાઈન શોપ ખુલતા પરમીટ ધારકોની લાગી લાંબી કતાર
વાઈન શોપના સંચાલકો દ્વારા શોપ શરૂ કરતાં પહેલાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સાથે જ વાઈન શોપમાં માત્ર ત્રણ ત્રણ લોકોને જ એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને શોપની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસની મહામારીના કારણે છેલ્લા 60 દિવસ કરતા વધુ સમય માટે વાઈન શોપ બંધ રાખવામાં આવી હતી. હવે અનલોક-1માં શોપ ખોલવાની મંજૂરી મળતા પરમિટધારકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.