- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે
- સ્મશાન બાદ હવે મરણનો દાખલો કઢાવવા માટે પણ લાગી લાંબી લાઇનો
રાજકોટઃશહેરમાં એક તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. મોત બાદ પણ અંતિમવિધિ માટે પણ મૃતદેહને સ્મશાનમાં વેઇટિંગમાં રાખવા પડે છે ત્યારે રાજકોટમાં મૃત્યુ બાદ હવે મરણના દાખલ કઢાવવા માટે પણ લોકોએ લાઈનમાં ઉભું રહેવાનો વારો આવ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં મરણના દાખલ કઢાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળતા સમજાય છે કે રાજકોટમાં કોરોનાની કેવી પરિસ્થિતિ હશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત