ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA

રાજ્ય સરકાર દ્વારા ખાદ્યતેલમાં સ્ટોકની મર્યાદા કરવામાં આવી છે, જેને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના (SOMA) પ્રમુખે જણાવ્યું હતું કે, હાલમાં ખાદ્યતેલની બજાર ઉંચી છે, જેના કારણે ભાવ વધ્યા છે. આ તેલના ભાવ કાબુમાં રહે તે માટે સરકાર દ્વારા ખાદ્યતેલના સ્ટોકમાં મર્યાદા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA
ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA

By

Published : Feb 27, 2022, 4:23 PM IST

રાજકોટ:તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખાદ્યતેલમાં સ્ટોકની મર્યાદા (Stock limit in edible oil) કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના (SOMA) પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં ખાદ્યતેલની બજાર ઉંચી છે, જેના કારણે ભાવ વધ્યા છે. જેના કારણે આ તેલના ભાવ કાબુમાં રહે તે માટે સરકાર દ્વારા ખાદ્યતેલના સ્ટોકમાં મર્યાદા રાખવાનો નિર્ણય (Decision to limit edible oil stocks) કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA

આ પણ વાંચો:એ કાંડ કે જેણે, 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓને પોતાના ઘર છોડવા કર્યા હતા મજબૂર!

કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ આ આદેશ કર્યો હતો

સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના (Saurashtra Oil Mill Association) પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીએ ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરવા રાજ્ય સરકાર દ્વારા પણ આજ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં તેલના વેપારીઓને 50 ટન સુધી ખાદ્યતેલનો સ્ટૉક રાખી શકે છે, જ્યારે 200 ટન સુધીના તૈલીબિયા રાખવાની છૂટ અપવામાં આવી છે, તેમજ પ્રોડ્યુસર અથવા પ્રોસેસરને તેમની દૈનિક ક્ષમતાના 90 દિવસ સુધીનો સ્ટોક રાખવાની મર્યાદા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર ગહેરાઈથી ચર્ચા : અમિત ચાવડા

ભાવ વધારે હોવાથી આ નિર્ણય લેવાયો હોઈ શકે

હાલમાં બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો (Rising edible oil prices) થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આ તેલના ભાવમાં અંકુશ રાખવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો હોઈ શકે છે, તેવું સોમાના પ્રમુખનું માનવું છે. જ્યારે આ પ્રકરણ કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે ખાદ્યતેલના ભાવ અંકુશમાં રહે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આ સાથે જ આપણે જરૂરિયાતનું 65 ટકા ખાદ્યતેલ વિદેશમાંથી આયાત કરીએ છીએ, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે તેલના ભાવ હોય તેની અસર અહીંની બજાર પર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હાલ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે તેની અસર સીધી જ વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details