ગુજરાત

gujarat

ETV Bharat / city

મને એક વાર મારા પપ્પાને જોવા દો, રાજકોટની દિકરીનો વીડિયો વાયરલ - Rajkot Civil Hospital

સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. દિનપ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં એક વ્યક્તિનુ કોરોનાને કારણે મૃત્ય થતા તેમની દિકરી પિતાને એક છેલ્લી વાર જોવા માંગતી હતી પણ ડોક્ટર્સએ તેને આ પરવાનગી આપી ન હતી જેનો વીડિયો વાયરલ થયો હતો.

rajkot
મને એક વાર મારા પપ્પાને જોવા દો, રાજકોટની દિકરીનો વીડિયો વાયરલ

By

Published : Apr 10, 2021, 4:42 PM IST

  • રાજયમાં કોરોનાનો કહેર યથાવત
  • પિતાને છેલ્લી વાર રાજકોટની દિકરી જોઇ ના શકી
  • વીડિયો થયો વાયરલ


રાજકોટ: સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે પહેલી કરતી બીજી લહેર વધુ ભયાનક છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં હૃદયને પણ હચમચાવી દે તેવી કરૂણતાની ઘટના સામે આવી હતી. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા દિકરી રડતા રડતા પિતાને મળવા ધમપછાડા કરયા હતા. પરંતુ સિવિલનો સ્ટાફ તેને પકડી રાખી હતી. દિકરી ડોક્ટર્સને તેના પિતાને એકવાર જોવા દો તેવી આજીજી કરી હતી પણ ડોક્ટર્સે તેને પકડી રાખી હતી.

આ પણ વાંચો :રાતના અંધારામાં અંતિમક્રિયા, કોરોના મૃત્યુ આંક છુપાવવાનો આરોપ

દિકરી પોતાના પિતાને છેલ્લીવાર ન જોઈ શકી

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલનો આ વીડિયો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક તરફ સ્ટ્રેચર પર પિતાના મૃતદેહ અંતિમ વિધમાટે લાયજવામાં આવી રહી હતી અને બીજી તરફ મહિલાઓ તેના પિતના અંતિમ દર્શન કરવા જીદ પકડી હતી પરંતુ આ ઘટનામાં સૌથી વધુ કરૂરણા એ જોવા મળી કે મૃતક પિતાની દીકરીએ હૈયાફાટ રૂદન કર્યુ અને સૌ કોઇની આંખ ભીંજવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details